________________
૬૪
ધાર્મિક વહીવટ વિચાર તો એ છે કે પ્રાચીન ભવ્ય પ્રતિમાજી પોતાને ત્યાં કદાચ બહુ ન પૂજાતાં હોય છતાં વહીવટદારો તે બીજે આપવા તૈયાર થતા નથી. આવો કડવો અનુભવ થયા પછી નાછૂટકે પણ નવાં પ્રતિમાજી ભરાવવાં જ પડે છે. પ્રાચીન જિનબિંબો ઉપર તે સંઘોની એવી ગાઢ શ્રદ્ધા કે લાગણી સંકળાયેલી હોય છે કે કોઈ માંગે તો ય તે આપતા નથી આવા વખતે શું કરવું ?
સવાલ [૭] જિનબિંબોની રક્ષા જોખમી બની છે તેવાં પંજાબ વગેરે સ્થળોથી જિનબિંબોનું સુરક્ષિત સ્થળે મૂકવા માટે ઉત્થાપન ન કરવું જોઈએ ?
જવાબ : હા, વિધિવત્ ઉત્થાપન જરૂર કરવું જોઈએ. જ્યાં કયાં ય પણ ગામોમાં જૈનોની વસતિ બિલકુલ રહી ન હોય, પૂજારીને પૂજા સોંપાય તો તે પુષ્કળ અવિધિ-આશાતના કરતો હોય, મંદિરમાં જ જુગાર વગેરેની અઘટિત પ્રવૃત્તિ કરતો હોય ત્યાંથી પણ જિનબિંબોનું ઉત્થાપન
કરીને યોગ્ય સ્થળે પધરાવવાં જોઈએ. એવાં ખાલી થયેલાં જિનમંદિરમાં મૂળનાયક ભગવાનના સ્થાને મંગળમૂર્તિ કે ભગવંતનો ફોટો મૂકી રાખવો જોઈએ, જેથી તે મંદિરમાં જૈન લોકો હનુમાનજી વગેરેને બેસાડી દઈને તેનો કબજો ન લઈ લે.
દેશ-કાળના પલટા કયારેક એવા થઈ જતા હોય છે કે ફરી તે જ ગામમાં જૈનો વસવાટ કરવા આવે. એવા વખતે તે જિનમંદિરમાં પુનઃપ્રતિષ્ઠા કરી શકાય. પૂર્વવત્ જાહોજલાલી થાય. બીજી બાજુ તે પ્રાચીન સ્થળનું ભરપૂર ઐતિહાસિક મહત્ત્વ હોય, રાજકીય મહત્વ હોય તો ઉત્થાપન · ન કરતાં પૂજા વગેરેની યોગ્ય વ્યવસ્થા કરાવવી જોઈએ.
સવાલ : [૮] સ્વપ્નદ્રવ્યની આવક દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ-એ વાતને શાસ્ત્રીય આધાર શું ?
જવાબ: સ્વપ્ન-ઉછામણી છેલ્લાં કેટલાક સૈકાથી જ ચાલુ થઈ હોવાથી તેના માટે કોઈ શાસ્ત્રપાઠ હોઈ ન શકે, તેમ છતાં “પરમ્પરાનુસાર તથા જે ઉછામણી ‘દેવ’ના નિમિત્તે થાય તે દેવદ્રવ્ય કહેવાય.” આ શાસ્ત્રનિયમ છે. તીર્થંકદેવની માતાઓને જે સ્પષ્ટ ચૌદ સ્વપ્નો આવે છે તે તીર્થંકરદેવના નિમિત્તથી આવે છે. આથી સ્વપ્નની ઉછામણી દેવદ્રવ્ય બને.