________________
૨૨૮
ધાર્મિક વહીવટ વિચાર
રૂપે તુલ્યતા જાણવી. ને એ પ્રત્યંપણ શામાં કરવું એ જણાવવા વૃત્તિકારે સાધુ કાર્ય જણાવ્યાં છે. તેથી કનકાદિને વસ્ત્રાદિથી છૂટાં પાડીએ તો પણ પ્રત્યર્પણ તો ગુર-વૈયાવચ્ચમાં જ કરવાનું ફલિત થાય છે.
વળી, એકવાર કનકાદિની વાત વસ્ત્રાદિના ઉપલક્ષણથી લેવાની સ્વીકારીએ તો પણ, પ્રત્યર્પણ તો વૈયાવચ્ચમાં કરવાનું જ સિદ્ધ થાય છે. તો આ રીતે-ઉપલક્ષણથી લેવાની વાત સાક્ષાત્ કહેલ વાતને તુલ્ય જ લઈ શકાય છે, ભિન્ન નહીં. ઉપલક્ષણથી સાક્ષાત્ ઉક્ત સિવાયની અનુક્ત વાત લઈ શકાય, પણ એનું વિધાન તો ઉક્તવિધાન જે હોય તે જ લેવાની મર્યાદા છે. જેમ કે, “જીવો નિત્યાનિત્ય છે.” આ વિધાન પરથી “જીવના” ઉપલક્ષણથી “અજીવ” પણ લેવાના હોય ત્યારે અજીવને પણ નિત્યાનિત્ય તરીકે જ લઈ શકાય છે, એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય તરીકે નહીં. એમ પ્રસ્તુતમાં “વસ્ત્રાદિ અંગે ગુરુ-વૈયાવચ્ચમાં પ્રત્યર્પણ કરવું” એવા વિધાનમાં વસ્ત્રાદિના ઉપલક્ષણથી કનકાદિ લેવા હોય તો પણ ‘કનકાદિ અંગે ગુરુ-વૈયાવચ્ચમાં પ્રત્યર્પણ કરવું” એવું વિધાન જ લઈ શકાય છે. બાકી તમે કહો છો એ રીતે એને ઉપલક્ષણથી લેવું તો કોઈ રીતે યોગ્ય નથી, કારણ કે આગળ જ્યારે ક્યાંય “યતિસત્ય સુવર્ણાદિ દેવદ્રવ્ય છે.” ઇત્યાદિ વાત આવી ન હોય ત્યારે અહીં કનકાદિના પ્રાયશ્ચિત્તમાં પ્રત્યર્પણ દેવદ્રવ્યમાં કરવાનું છે” એવું વૃત્તિકારના વચનવિશેષ સિવાય ‘વસ્ત્રાદિ અંગેનું પ્રત્યર્પણ વૈયાવચ્ચ કાર્યમાં કરવું” એવી વાત પરથી પાઠક ને શી રીતે ખબર પડે અને ‘વસ્ત્રાદિ અંગેની વાતથી સાવ ભિન્ન એવી આ વાત મારા કોઈ પણ પ્રકારના વચન વગર પણ અધ્યેતાને ખબર પડી જશે” એવું માનીને વૃત્તિકાર એ વાતને સ્પર્યા વગર છોડી પણ શી રીતે શકે ? “નૌ '' શબ્દનું ઉપરોક્ત વિવરણ કરવું આવશ્યક માનનાર વૃત્તિકારને આવી મહત્વની વાત વિવરણ કરવા જેવી ન લાગી એવું માની શી રીતે શકાય ? માટે, વાસ્તવિકતા તો એ છે કે વૃત્તિકારના મનમાં વસ્ત્રાદિ માટે જે વાત કરી એ જ કનકાદિ માટે પણ રમે છે, અને તેથી એનું જુદું વિવરણ કર્યું નથી. વસ્ત્રાદિ માટે જે વાત કહેલી હોય તેનાથી જે સાવ ભિન્ન હોય અને જેનો પૂર્વે ક્યાંય નામનિર્દેશ પણ થયો ન હોય એવી વાત પણ ‘વસ્ત્રાદિ’ શબ્દના ઉપલક્ષણથી પકડી