________________
પરિશિષ્ટ-૨
૨૨૯ શકાય એવી માન્યતાને ‘ગ્રસંબંધી કનકાદિ દેવદ્રવ્યમાં જ જાય.” એવી બાંધી દીધેલી અશાસ્ત્રીય માન્યતાનો જ એક નાચ માનવો કે બીજું કાંઈ ?
શંકા - અમે માત્ર શ્રા.જી.વૃત્તિનાં વચનો પરથી આ માન્યતા બાંધી નથી પણ ઉપર કહી ગયેલ દ્રવ્યસપ્તતિકાનાં વચનો પરથી બાંધી છે.
સમાધાન - એટલે શ્રા. જી. વૃત્તિ પરથી ‘ગુરુસંબંધી કનકાદિ દેવદ્રવ્યમાં જ જાય એવું સિદ્ધ થઈ શકતું નથી એટલું તો નિશ્ચિત થઈ ગયું. હવે દ્રવ્યસપ્તતિકા પરથી પણ તે વાત સિદ્ધ થઈ શકતી નથી તે જોઈએ. (૧) ગૌરવસ્થાને ‘પ્રવક્તવ્યમ્' આવા કથનમાં રહેલા ‘ગૌરવ શબ્દનો વિચાર કરીએ તે ‘રો: 'માવ: રવમ્' ગુરુપણું એ જ ગૌરવ અને સીધું જ વિચારીએ તો પંચમહાવ્રતધારી ગુરુઓ શું ગૌરવાઈ નથી? કે જેથી એમનો નિષેધ આવશ્યક બને ? (૨) ‘નીદ્વારે નવ્યવૈત્યરા ' આવા વિધાન પરથી પણ એ સિદ્ધ થઈ શકતું નથી, કારણ કે એમાં જે “આદિ શબ્દ રહ્યો છે તેનાથી ગુરુવૈયાવચ્ચ લઈ શકાય છે.
પ્રશ્ન - ‘આદિ' શબ્દની પૂર્વે જે વાતો આવેલી હોય તેની સંદેશ વાતોનું જ “આદિ' શબ્દથી ગ્રહણ થઈ શકે છે. પ્રસ્તુતમાં જીર્ણોદ્ધાર અને નવ્યઐયકરણ કહ્યા પછી “આદિ’ શબ્દ વપરાયો છે. આ બે દેવદ્રવ્યના વિષયભૂત હોવાથી ‘આદિ' શબ્દથી તેને સદૃશ એવી દેવદ્રવ્યની વિષયભૂત અન્ય વાતો જ ન લઈ શકાય ? A ઉત્તર - તમારો કહેવાનો આશય એ છે કે અહીં દેવદ્રવ્યવિષયત્વેન સાજાત્ય સાદૃશ્ય લેવાનું છે પણ આ આશય બરાબર નથી, કારણ કે નૂતનત્યકરણ જે જણાવાયું તે દેવદ્રવ્યનો વિષય નથી. ‘દેવદ્રવ્યમાંથી જિનમૂર્તિની તમામ પ્રકારની ભક્તિ થઈ શકે.’ તેવું જણાવતાં અનેક વિધાનો છે, પણ કોઈ જ શાસ્ત્રમાં આવું વિધાન જોવા મળ્યું નથી કે દેવદ્રવ્યમાંથી નૂતન જિનાલય બનાવી શકાય. (અત્યારે લગભગ સર્વત્ર આ પ્રવૃત્તિ જોવા મળે છે એ એક જુદી વાત છે, અહીં એનો વિચાર આવશ્યક નથી, કારણકે પ્રવૃત્તિ શું ચાલે છે ? એની અહીં ચર્ચા નથી, પણ શાસ્ત્રો શું કહે છે ? એની ચર્ચા છે.) વળી જેમ શ્રા. જી. વૃત્તિમાં “વત્રાવી ના ’ એમ કનકાદિના પૃથગુ ઉલ્લેખ પરથી એ બેમાં કંઈક જુદાપણું