________________
૨૩૦
ધાર્મિક વહીવટ વિચાર હોવું તમે પણ માનો છો એમ પ્રસ્તુતમાં ‘નવ્યચૈત્યકરણાદૌ’નો જીર્ણોદ્ધારથી જુદો ઉલ્લેખ કર્યો છે એ જણાવે છે કે જીર્ણોદ્ધારને તુલ્ય રીતે દેવદ્રવ્યવિષયભૂત નથી. બાકી જો એનો પણ દેવદ્રવ્યવિષયત્વેન જ અહીં સમાવેશ કરવાનો અભિપ્રાય હોત તો ગ્રન્થકાર ‘જીર્ણોદ્ધારાદી” આટલું જ કહેત.
પ્રશ્ન - આમ જો અહીં દેવદ્રવ્યવિષયત્વેન સાદેશ્ય નથી તો કયા રૂપે છે ?
ઉત્તર - દ્રવ્યસપ્તતિકાકારે જેનો અન્યત્ર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એ ગૌરવાહંસ્થાનત્વેન રૂપેણ સાદૃશ્ય લેવાનું શાસ્ત્રકારને માન્ય છે. જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્ય જેમ ગૌરવર્ણ સ્થાન છે એમ ગવૈયાવચ્ચ પણ ગૌરવાઈ સ્થાન છે જ. માટે એ પણ “આદિ’ શબ્દગ્રાહ્ય બનવામાં કોઈ જ વાંધો જણાતો નથી.
પ્રશ્ન - જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યકરણ એ બન્ને જો ગૌરવાહ સ્થાન છે તો બન્નેન્ટ પૃથગુ ઉલ્લેખ શા માટે કર્યો છે ?
ઉત્તર - માત્ર ‘જીર્ણોદ્ધારાદૌ' લખીને છોડી દે તો કોઈને એવો ભ્રમ થઈ જાય કે અહીં દેવદ્રવ્યવિષયત્વેન ઉલ્લેખ હશે અને તેથી આદિ’ શબ્દથી પણ એવી જ ચીજો લેવી. આવો ભ્રમ ઊભો ન રહે એ માટે નૂતન ચૈત્યકરણનો પૃથર્ ઉલ્લેખ કર્યો હોય તો તેમાં કાંઈ અનુચિત લાગતું નથી.
(૩) “ભોગાઈ ગુદ્રવ્ય રૂપે સુવર્ણાદિનો નિષેધ જ જણાવે છે કે ગુરુ કરતાં ઊંચા એવાં દેવદ્રવ્યમાં જ એ જઈ શકે.’ આવી દલીલ પણ યોગ્ય નથી. કારણ કે ભોગાહે ગુરુદ્રવ્યરૂપે એનો નિષેધ પણ ગુરુવૈયાવચ્ચમાં એનો નિષેધ કરવાના અભિપ્રાયથી નથી, કિન્તુ ગુરુ રજોહરણાદિને પોતાની પાસે રાખીને જેમ એના પડિલેહણાદિની કાળજી લે છે અને એ રીતે એને સ્વનિશ્રાકૃત કરે છે, એમ સુવર્ણાદિદ્રવ્યને સ્વનિશ્રાકૃત કરતા નથી, કિન્તુ શ્રાવકો જ એ દ્રવ્યની વ્યવસ્થા વગેરે કરે છે. આમ સ્વનિશ્રાકૃત ન હોવાના કારણે જ એનો ભોગાઈ ગુરુદ્રવ્યરૂપે નિષેધ છે.
આ વાત શ્રીહરિપ્રશ્નોત્તર - શ્રીદ્રવ્યસતતિકા વગેરે ગ્રન્થાધિકારો પરથી સ્પષ્ટ છે. વળી ગુરુઓ કરતાં શ્રુતજ્ઞાન ઊંચું ક્ષેત્ર હોવાથી એમાં પણ એ જઈ શકવાથી માત્ર દેવદ્રવ્યમાં જ જાય’ એવું તો લેશમાત્ર