________________
પરિશિષ્ટ-૨
૨૩૧
પણ સિદ્ધ થતું જ નથી. આમ દ્રવ્યસપ્તતિકાના આધારે પણ ‘સુવર્ણાદિ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય' એમ સિદ્ધ થતું નથી.
દ્રવ્યસપ્તતિકામાં તક્રકૌડિન્યન્યાયનો જે ઉલ્લેખ છે એના પરથી કેટલાક વિદ્વાનો એવું પ્રતિપાદન કરે છે કે ગુરુઓને પરિગ્રહથી સર્વથા વિરતિ હોવાથી પોતાના નિમિત્તે ઊપજેલ સુવર્ણાદિના ઉપભોગના પણ પોતે અધિકારી નથી. આ વિદ્વાનોને પૂછવાનું કે સર્વથા પરિગ્રહથી જે વિરતિ છે તે દ્રવ્યપરિગ્રહથી કે ભાવપરિગ્રહથી ?
શંકા - સાધુઓને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચારેને આશ્રીને પરિગ્રહથી વિરતિ છે એ પખ્રીસૂત્રમાં પ્રસિદ્ધ છે, તો તમે કેમ આવો પ્રશ્ન પૂછો છો ?
સમાધાન - અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થના પ્રકાશમાં એ વાત સ્પષ્ટ છે કે આ ચારેને આશ્રીને ભાવપરિગ્રહથી વિરતિ છે એવો પફખીસૂત્રનો અભિપ્રાય છે. દ્રવ્યનિક્ષેપ સ્વરૂપ દ્રવ્યપરિગ્રહથી પણ જો વિરતિ માનવાની હોય તો વસ્ત્રાદિના દ્રવ્ય પરિગ્રહને છોડીને દિગંબર બની જવું પડશે. કારણ કે સુવર્ણાદિની જેમ વસ્ત્રાદિ પણ દ્રવ્ય પરિગ્રહસ્વરૂપ હોવાથી સાધુઓને એનો પણ ઉપભોગ થઈ શકશે નહીં. માટે ભાવપરિગ્રહથી વિરતિ માનવી જ યોગ્ય છે. અને એ તો ‘મુચ્છા પરિગ્નહો વત્તો’ એ વચનાનુસારે દ્રવ્યાદિ પરની મૂર્છા સ્વરૂપ છે. તેથી જે રીતે મૂચ્છ ન થાય એ રીતે જયણાપૂર્વક ગુરૂવૈયાવચ્ચાદિ ઉચિત કાર્યો માટે શ્રીસંઘ મારફત તે કનકાદિ દ્રવ્યનો પણ વિનિયોગ કરાવવાનો અધિકાર ગીતાર્થ સંવિગન સાધુને શા માટે ન હોય ? મૂર્છાની અજનક આ રીત દ્રવ્ય દ્રવ્ય બદલાય છે. વસ્ત્રાદિને સ્વનિશ્રાકૃત કરે (એટલે કે પોતાના તાબામાં રાખી એનાં સારસંભાળ વગેરે કરે) તોય એમાં મૂરહિતપણું સંભવિત હોવાથી એનો એ રીતે ઉપભોગ બતાવ્યો. સુવર્ણાદિમાં એ રીતે મુર્દારહિતપણું અશક્યપ્રાયઃ હોવાથી એનો સ્વનિશ્રાકૃત તરીકે નિષેધ કર્યો. શાસ્ત્રોમાં જેની જે રીતે વ્યવસ્થા દેખાડી હોય એ રીતે કરવામાં દોષ હોતો નથી ને વિપરીત રીતે કરવામાં દોષ હોય એ સમજી રાખવું જોઈએ. વસ્ત્રાદિથી કોઈ પૂજા કરી જાય તો એ વસ્ત્રાદિને પોતે પોતાની પાસે રાખી પ્રતિલેખનાદિ કરવાં જોઈએ. ગૃહસ્થોને સોંપી દે તો વિરાધના થાય. સુવર્ણાદિથી કોઈ પૂજા