________________
૨૩૨
ધાર્મિક વહીવટ વિચાર કરી જાય તો એને ગૃહસ્થોને (સંઘને) જ સોંપી દેવા જોઈએ, એને સ્વનિશ્રાકૃત ન કરાય, તો જ વિરાધનાથી બચી શકાય. સંઘે કરેલી વ્યવસ્થા મુજબ સાધુની વૈયાવચ્ચ વગેરેમાં તે સુવર્ણાદિને સંઘ વાપરે તો કાંઈ સાધુને સુવર્ણાદિ પર મૂર્છા થવાનો ભય નથી કે જેથી એમાં એની પરિગ્રહવિરતિ દૂષિત થતી હોવાથી સાધુ એના અનધિકારી બની જવાનો પ્રશ્ન ઊભો થાય.
વળી પૂંછણાધિરૂપે સાધુ સન્મુખ રાખેલ સુવર્ણાદિને સાધુવૈયાવચ્ચમાં વાપરવાનું શાસ્ત્રમાન્ય છે એવું તો સામો પક્ષ પણ સ્વીકારે છે. તો શું એ સુવર્ણાદિના તે પ્રકારના પરિભોગમાં પરિગ્રહવિરતિને વાંધો નથી આવતો? એમાં જો નથી આવતો તો આમાં શા માટે આવે ? અર્ધજરતીય ન્યાય શા માટે ?
પરમપવિત્ર જિનાજ્ઞાથી વિરુદ્ધ આ લેખમાં જે કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્ T IN Eવત શ્રી મનસંધી...