________________
પરિશિષ્ટ નં - ૩
પૂજ્યપાદ આ.ભ. પ્રેમસૂરિ મ.સા.નો. પૂજંબૂસૂરિજી મ. ઉપરનો પત્ર નં.૧
ભૂલેશ્વર લાલબાગ મુંબઈ
કારતક વદી.૧૩ પરમારાથ્યપાદ પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્યદેવેશ તરફથી વિનયાદિ ગુણયુત આચાર્યશ્રી વિજય જંબુસૂરિજી યોગ-અનુવંદના સુખશાતા સાથે લખવાનું કે દેવગુર પસાથે સુખશાતા છે.
તમારો પત્ર મળ્યો હતો. સમાચાર જાણ્યા. ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતી વેળાએ સર્વજીવોને ખમાવતાં તમોને પણ ખમાવ્યા છે. પત્રમાં તમો જે લખો છો કે આપ કૃપાળુએ એમ લખેલું કે મધ્યસ્થ સંઘના ઠરાવમાં હું સમજતો નથી. તો પછી આ બધો પ્રયાસ શા માટે એ સમજાતું નથી. તેને અંગે જણાવવાનું કે મુંબઈના લગભગ બધા ઉપાશ્રયમાં દેવદ્રવ્યની ઊપજમાંથી સાધારણ ખાતામાં લઈ જવાય છે. કોઈક જગ્યાએ થોડુંક તો કોઈક જગ્યાએ વધારે એવી પ્રથા ચાલુ છે. દેવદ્રવ્યના ભક્ષણ કરવાની કુપ્રથાને નાબૂદ કરવાની તેઓની ફરજ હતી. છતાં તેને નાબૂદ નહીં કરતાં ઠરાવ એકદમ મીટિંગમાં પસાર કરેલ તેથી હું સંમત નહોતો. સાથેસાથે તમને જણાવવાની મને આવશ્યકતા લાગે છે કે મધ્યસ્થ સંઘે જે ઠરાવ કર્યો છે તે મારી દૃષ્ટિએ શાસ્ત્રવિરુદ્ધ લાગતો નથી. અલબત્ત શાસ્ત્રોમાં વ્યક્તિની પૂજાને અંગે પાઠો ઘણા મળી આવે છે અને તેમાં જાણવા મળે છે કે શ્રાવક શક્તિમાન હોય તો પોતાના દ્રવ્યથી પ્રભુપૂજા કરે તે વાત બરાબર છે અને હું પણ માનનારો છું કે શક્તિસંપન્ન શ્રાવકે પોતાના દ્રવ્યથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી જોઈએ. એમાં મારો કોઈ પણ જાતનો વિરોધ નથી. પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવોલ્લાસ વધુ જાગ્રત થાય છે. તે બનવા જોગ છે અને સમ્યગદર્શનની નિર્મલતા પણ વિશેષ બની શકે છે. જેમાં વ્યક્તિને ઉદેશીને પ્રભુપૂજાના