________________
૨૩૪
ધાર્મિક વહીવટ વિચાર પાઠો મળી આવે છે તેમ સંબોધ પ્રકરણની ગાથાઓમાં સમુદાયને ઉદ્દેશીને પણ પાઠ મળી આવે છે. તે ગાથાઓમાં દેવદ્રવ્યની વ્યવસ્થા કરી છે. બીજી પણ અનેક જગ્યાએ દેવદ્રવ્ય હોય તો પૂજા-મહાપૂજા-સત્કારસમારચન વગેરે અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો થવાથી જ્ઞાનાદિગુણો વિકાસને પામે છે. એવા પાઠ મળે છે. ત્યારે દેવદ્રવ્યમાંથી મહાપૂજા, સત્કાર, સમારચન વગેરે થાય ને સંઘની વ્યવસ્થાના આધારે પ્રભુ પૂજા પણ કેમ ન થાય ? જેમ મહાપૂજા આદિ કાર્યો દેવદ્રવ્યમાંથી થઈ શકે છે તો પ્રભુની કેસર-સુખડની પૂજા પણ તેમાંથી થાય તેવી મારી માન્યતા છે. ખંભાતમાં પૂ. આપણા ગરુજી, પૂ. કમલસૂરિજી મ. મણિવિજયજી. સાગરજી મ. વગેરે અનેક આચાર્યો ભેગા થઈને નિર્ણય કર્યો હતો અને તેમાં લગભગ સો-દોઢસો મુનિઓની સહીઓ લીધી હતી. તે વાત તમારા ખ્યાલમાં હશે. સંબોધ પ્રકરણની ગાથાઓથી ખંભાતના નિર્ણયની અને દેવદ્રવ્ય પૂજા-મહાપૂજા વગેરે શાસ્ત્રોના પાઠો મળવાથી મને લાગે છે કે શ્રી સંઘ વ્યવસ્થા કરે તો પ્રભુપૂજા દેવદ્રવ્યમાંથી કરાય તો શાસ્ત્ર વિરુદ્ધ નથી.
હવે મારે જણાવવાનું કે છબીપણાને લઈને હું કદાચ મારી માન્યતામાં ભૂલતો પણ હોઉં અને જો ભૂલતો હોઉં તો દુર્ગતિનો ભાગીદાર બની જાઉં તે દશાને હું પ્રાપ્ત ન થાઉં તેટલા માટે મારે તમને પુછાવવું પડ્યું છે. મારે તમારી સાથે કોઈ ચર્ચા કરવી નથી કે વાત બહાર ફેલાવવી નથી. તમારા લખવા મુજબ સેવકનું અલ્પજ્ઞાન હોઈ ક્યાંય નાહક બંધાઈ જવાની ઉપાધિ વહોરવી ઠીક ન લાગવાથી અને આપ પૂજ્યશ્રીને લખવામાં કાંઈ વસ્તુઓછું ન થઈ જાય વગેરે તેને અંગે લખવાનું કે પ્રસ્તુત વાત પૂછવામાં મારે તમને કાંઈ બાંધી લેવા નથી. ફક્ત ઉપર રહેલા પ્રયોજન માટે હું તમને પુછાવી રહ્યો છું.
તમો તમારી બુદ્ધિ મુજબ મારા પુછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર વાળશો તો ઉપકારના બદલાને વાળવાનો સુપ્રસંગ સાધી શકાશે. હું તથા મારા શિષ્ય પરંપરા-શાસ્ત્ર વિરુદ્ધ માર્ગનું નિરૂપણ કરી દુર્ગતિના ભાજન ન બનીએ તેટલા જ માટે પુછાવવાની જરૂરિયાત પડે છે.