________________
પરિશિષ્ટ-૩
૨૩૫ પુછાવેલ હકીકતનો ખુલાસો તમને ઠીક લાગે તો આપવો. તેમાં મારો તમારા પર કોઈપણ પ્રકારનો બલાત્કાર કે આગ્રહ નથી. સેવક પદ્મની કોટિશઃ વંદના સ્વીકારવા કૃપા કરશોજી.
પૂજયપાદ આ.ભ. પ્રેમસૂરિજી મ.સા. નો પૂ. આ. જંબુસૂરિ ઉપરનો પત્ર નં.૨
| મુંબઈ - લાલબાગ મા.સુ. o ૫.૫, આચાર્યદેવ તરફથી અમદાવાદ મળે વિનયાદિ ગુણોપત આ. શ્રી. વિજય જંબુસૂરિજી આદિ યોગ
અનુવંદના - સુખશાતા - આજરોજ પત્ર મળ્યો. વાંચી હકીકત
જાણી.
તમે લખો છો કે દેવદ્રવ્યમાંથી પૂજા થાય તે શાસ્ત્રસંમત છે છતાં તેનો ઉપયોગ કારણિક એટલે કે અપવાદિક સંયોગોમાં કરવો જોઈએ, ઇત્યાદિ જે તમો લખો છો તે સંબંધમાં લખવાનું કે ઉપદેશ પદથી માંડીને થાવત્ દ્રવ્યસપ્તતિકા સુધીના જે જે પાઠો મારા જોવામાં આવ્યા છે તેમાં કોઈ ઠેકાણે કારણિક કે અપવાદિક સંયોગોમાં ઉપયોગ થાય એવું મારા જોવામાં આવ્યું નથી. તમારા જોવામાં કોઈ ગ્રંથમાં હોય તો લખશો.
દ. હેમંતવિજયની વંદના. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.નો પૂ.પં. હિમાંશવિજયજી મ.સા. ઉપરનો પત્ર |
આસો. સુ. ૫ (સં. ૨૦૧૮) પરમારાથ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તરફથી વિનયાદિ ગુણોપેત પંન્યાસજી શ્રી હિમાંશુવિજયજી આદિ ઠાણા જોગ અનુવંદના
* સાણંદ અત્રે દેવ-ગુરુ પસાથે કુશળતા છે તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણીય ૨૦૨૦ની સાલ માટે હજુ કાંઈ અત્રે ખાસ વિચારણા કરાઈ નથી, પરંતુ સાવરકુંડલાથી પત્ર હતો તેમાં પહેલાં કારતકમાં જ્ઞાનપંચમી ચૌમાસી વગેરે અને બીજા કારતક (માગસરક્ષણ) માસમાં મૌન એકાદશી થાય તો વાંધા જેવું નથી એમ એમનો અભિપ્રાય લખતા હતા. દલીલમાં