________________
ધાર્મિક વહીવટ વિચાર
માગસરક્ષીણ હોવાથી પૂર્વના કારતક પ્રથમને શુદ્ધ અને દ્વિતીયને અશુદ્ધ ધર્મસિન્ધ' આદિ ગ્રંથના આધારે માન્યો છે. મુનિશ્રી વિનયચંદ્ર વિ. ની તબીયત માટે લખ્યું તે જાણ્યું, તો દવાની દૃષ્ટિએ સોનગઢ જીથરી ઠીક રહેશે. તમારી અનુકુળતાએ વિહાર કરી ત્યાં જવું ઠીક છે.
વરઘોડાના ખર્ચ માટે લખ્યું તો દેવદ્રવ્યમાંથી રથનો નકરો અને બેન્ડનો ખરચો આપી શકાય. અને તે મુજબ દર સાલ માટે તેમને જેવી સગવડ હોય તે અનુસાર કરે એમાં વાંધા જેવું લાગતું નથી. અત્રે સૌ મુનિરાજો સુખશાતામાં છે. રત્નત્રયી આરાધનામાં ઉજમાળ રહેશો.
હ. યશોભદ્રવિજયજીની વંદના
પૂ. પંન્યાસજી ભદ્રંકરવિ.મ.નો પN |પૂજયપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં. ૧ |
સુરત કા. સુ. ૧૫ પરમારાથ્યપાદ પરમોપકારી પ્રાતઃસ્મરણીય પરમ ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં
કોટિશઃ વંદનાવલિ પૂર્વક નિવેદન કે આપશ્રીનો સુ. ૧૨ નો આજે કૃપાપત્ર મળ્યો. વાંચી આનંદ થયો.
કેશવલાલની સાથે મુરબાડવાળા મણીભાઈના ભાઈ અને બીજાઓ હતા. તેમણે મુંબઈના ઠરાવ સંબંધી સ્પષ્ટીકરણ માંગ્યું. તેના ઉત્તરમાં ઠરાવનો આ અર્થ અને આશય છે એમ જણાવ્યું હતું. સમયનો વિચાર કરીને શાસ્ત્રીય બાધ ન આવે તેવી રીતે દેવદ્રવ્યના સંરક્ષણ માટે સલામતીના પગલાં લેવાની બુદ્ધિમાંથી આ ઠરાવ થયો છે. તેમણે કહ્યું કે મુરબાડમાં કેળવણી સહાયક ફંડમાં એક હજાર રૂપિયા છે. તે ખાતાના પ્રમુખ જૈન છે તેની પાસે સુધરાઈના અધિકારીઓએ પડી રહેલી તે રકમને કતલખાનું બંધાવવા માટે આપવાની માંગણી કરી અને એમ કહ્યું કે તમારા પૈસા પડી રહ્યા છે માટે આપી અને પછી આપી દઈશું. આ રીતે આજના હોદ્દા ઉપર રહેલા માણસો કતલખાના કે કેળવણી વચ્ચેનો પણ ભેદ સમજી શકતા નથી, માત્ર એક જ સમજે છે કે મનુષ્યના