________________
પરિશિષ્ટ-૩
ઉપયોગમાં દરેક વસ્તુ આવવી જોઈએ. પછી તે દેવમંદિરનું હોય કે સાધુ માટેનું પણ હોય. આ જાતિનું માનસ આજે રાજકીય પરિસ્થિતિનું છે. તેવા સમયે આપણી મિલકતોના સંરક્ષણ માટે બધા મળીને કોઈ એક રસ્તો કાઢવો રસ્તો કાઢી શકે તેવા અને ખરાબ આશય વિનાના જે કોઈ થોડા હોય, તેમને માર્ગદર્શન આપવું કે ઉતારી પાડવા કોશિષ કરવી એ ન સમજી શકાય તેવું છે. છતાં સમાજ ઉપર હજુ વધુ આપત્તિઓ આવવાની હશે. તેથી આવા એક તદન સીધા અને સરળ પ્રશ્ને પણ આ રીતે ગૂંચમાં પડી જવાનું થાય છે. આપશ્રીનો અભિપ્રાય બરોબર છે. મુંબઈના દરેક ખાતાંઓની ચોખવટ શાસ્ત્રદૃષ્ટિએ થવી જોઈએ. તો પછી આ શાસ્ત્રીય માર્ગ કાઢ્યાનું સાર્થક્ય થાય. કોઈપણ પક્ષ ખેંચપકડમાં પડે તે ઇચ્છવા યોગ્ય નથી. આરિત દ્રવ્યને દેવના સાધારણમાં
લઈ જવાથી મુખ્ય આપત્તિ તે આપવામાં આવે છે કે તેથી પોતાના દ્રવ્યથી પૂજા કરવાના ભાવ રહેશે નહિ અને પોતાના દ્રવ્યથી પૂજા ન કરનારને પૂજાનો યથાર્થ લાભ મળી શકશે નહિ. અને વાત પણ બરોબર છે. દ્રવ્યસ્તવે રોગીને ઔષધ ન્યાયે પરિગ્રહારંભ રૂપી રોગવાળા ગૃહસ્થને નિરોગી બનવા માટે કહ્યો છે. પરંતુ તેથી દ્રવ્યવાન દ્રવ્ય વડે ભક્તિ કરે એટલો અર્થ થાય કે પોતાના દ્રવ્ય વડે ભક્તિ કરે એવો પણ અર્થ થાય ? પોતાના દ્રવ્ય વડે ભક્તિ કરે તેમ બીજાના દ્રવ્ય વડે પણ ભક્તિ કરે તો દ્રવ્યસ્તવ કહેવાય કે નહિ ? આપે એક વખત કહ્યું હતું કે, પ્રભુપૂજા એ સમકિતની કરણી છે. જેમ દ્રવ્યરોગનિવારણ કરવાનો હેતુ દ્રવ્યસ્તવમાં રહેલો છે તેમ સમ્યક્ત્વ નિર્મળ કરવાનો આશય પણ રહેલો છે અને પ્રભુપૂજનમાં મુખ્ય તે હેતુ છે. દ્રવ્ય પ્રત્યેની મૂર્ચ્છ ઉતારવાનો હેતુ પણ રહેલો છે. પરંતુ તે ગૌણ છે. એક સમકિતનો વિષય છે; બીજો ચારિત્રનો વિષય છે. સમકિતની નિર્મલતા નિશ્ચયથી પરમાત્મ તુલ્ય આત્મસ્વરૂપનો નિર્ધાર કરવામાં રહેલી છે અને તે હેતુ સિદ્ધ કરવા માટે મુખ્યપણે પ્રભુપૂજા વિહિત છે. જો એમ હોય તો જેઓ સ્વદ્રવ્ય વડે પૂજા ન કરી શકે એમ હોય અગર કૃપણતાદિ કારણે પણ કરવાના ભાવવાળા ન થતા હોય તેઓ પરદ્રવ્ય વડે દ્રવ્યસ્તવ
૨૩૭