________________
પરિશિષ્ટ-૧
૧૬૩
સંમતિ આપતા બીજા મહાપુરુષ છે : પૂજ્યપાદ સ્વર્ગસ્થ સિદ્ધાન્ત મહોદધિ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબ.
વાત એવી બની હતી કે તા. ૧૧-૧૦-૫૧ ના દિવસે “મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝ' સંસ્થાના ટ્રસ્ટીઓએ પૂજા, આરતી આદિના ચડાવાની રકમને શાસ્ત્રપાઠોની ગાથાઓને સાક્ષી તરીકે ટાંકીને કલ્પિતદેવદ્રવ્ય તરીકે ગણીને તે રકમમાંથી ગોઠીના પગાર, કેસર વગેરેમાં ઉપયોગ કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આ રહ્યો તે ઠરાવ.
(શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝના ટ્રસ્ટીઓની તા. ૧૧૧૦-૧૯૫૧ ની મટિંગમાં નીચે મુજબનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.).
ઠરાવ : “દેરાસરજીમાં આરતી, પૂજા વગેરેનું જે ઘી બોલાય છે તે ધીની ઊપજની આવકમાંથી સંવત ૨૦૦૯ના કારતક સુદ એકમ ને બુધવાર તા. ૩૧-૧૦-૫૧ થી નીચે મુજબના ઠરાવ પ્રમાણે તેની વપરાશ કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે.
દેવદ્રવ્યના પ્રકાર અંગે શ્રીમદ્ હરિભદ્રસૂરિજી પ્રણીત “સંબોધ પ્રકરણ” ની ૧૬૩ વગેરે ગાથાઓમાં જે વ્યાખ્યાઓ કરી છે તેમાં ચૈત્ય દ્રવ્યના ત્રણ પ્રકારો-પૂજા, નિર્માલ્ય અને કલ્પિત એમ દર્શાવે છે. કલ્પિતઆચરિત દ્રવ્ય કે જેમાં જિનેશ્વરની ભક્તિ માટે આચરેલા સશાસ્ત્રીય જેવાં કે પૂજા, આરતી આદિ સાધનોની બોલી દ્વારા જે આવક થાય તે દ્રવ્ય આચરિત-કલ્પિત દ્રવ્ય ગયું છે અને તેવું દ્રવ્ય ચૈત્ય સંબંધી કાર્યમાં, ગોઠીના પગારમાં, કેસર, સુખડ આદિ સર્વ કાર્યમાં તથા શ્રી જિનેશ્વરના અલંકારો વગેરે બનાવવા માટે વાપરી શકાય છે એમ દર્શાવ્યું છે. તો ઉપર મુજબની વપરાશમાં ઘીની બોલીની ઊપજની જેમ જે આવક થાય તે આવકમાંથી આવી બાબતો અંગેનો ખર્ચ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવે છે.”
મુંબઈના સર્વસંઘોના સંગઠનરૂપ મધ્યસ્થ સંઘે પણ આ જ ભાવનો ઠરાવ કરી અભિપ્રાયરૂપે આચાર્ય ભગવંતોને પુછાવતાં તે મધ્યસ્થ બોર્ડના ઉપર્યુક્ત આ. દેવે શ્રીમદ્ પદ્મવિજયજી મહારાજ સાહેબ પાસે જે પત્ર લખાવ્યો હતો તેમાં તેણે ઉપર્યુક્ત કરેલા ઠરાવની બાબતમાં જરાક પણ