________________
ધાર્મિક વહીવટ વિચાર
અનુસાર આ સંસ્થા હસ્તકના તથા બીજાં જૈન દેરાસર અંગે આ સંસ્થાના નાણાં ખરચી શકશે. લોકો તરફથી, આ સંસ્થાને મદદ મળે અને આ નિભાવ ફંડના રૂ. ૨,૫૦,૦૦૦ ભેગા થયા તથા બોલી ઇત્યાદિ નીચે મુજબ દેવદ્રવ્યમાં રૂ. ૨,૫૦,000 ભેગા થયા તે પછી વહીવટ ખર્ચ બાદ કરતાં વધારો રહે તે ટ્રસ્ટીઓએ વધુમાં વધુ બે વરસની મુદતમાં નીચે મુજબના જૈનશાસ્ત્ર અનુસાર આ સંસ્થાની હસ્તકના દેરાસરમાં તથા બીજા જૈન દેરાસરને અંગે નાણાં ખરચી નાંખવાં. અહીં પાછળથી કંઈ પણ ગેરસમજ ઊભી થાય નહિ માટે શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલા સંબોધ પ્રકરણમાં જણાવ્યા મુજબ ૩ પ્રકારનાં છે. અને તે નીચે જણાવ્યા મુજબ આ સંસ્થા માટે ખર્ચી શકાય એમ હરહંમેશ ગણવું.
“(૧) પૂજાદ્રવ્ય : આની અંદર પ્રભુજીએ અંગે ચડાવેલાં આભૂષણો તથા તે માટે આવેલા દ્રવ્ય અને માલનો સમાવેશ થાય છે, અને તેમાંથી શ્રી પ્રભુજીના અંગનો ખર્ચ કરી શકાય છે. શT
(૨) નિર્માલ્યદ્રવ્ય : આની અંદર શ્રી પ્રભુજી સન્મુખ મૂકેલા ચોખા, રોકડ વગેરે પૂજાના ઉપયોગમાં લીધેલાં માલ અને દ્રવ્યનો સમાવેશ થાય છે અને તેમાં જિનેશ્વરોના હરકોઈ દેરાસરો અંગે ખરચ કરી શકાય છે.
(૩) ચરિતદ્રવ્ય એટલે કલ્પિતદ્રવ્ય : આની અંદર જિનેશ્વરની ભક્તિ માટે શ્રીમંતોએ અગર અન્ય કોઈએ માલ યા દ્રવ્ય આપેલું હોય અથવા બોલીથી યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરેલું હોય તેનો સમાવેશ થાય છે અને તેમાંથી દેરાસરના બાંધકામ, માણસોના પગાર, પૂજાનો સામાન, જીર્ણોદ્ધાર, દેરાસરમાં વધારો કરવો કે નવું દેરાસર કરવું વગેરેનો તથા દેરાસરના તમામ વહીવટ ખર્ચ ટેક્સીસ વગેરે સાથે કરી શકાય
ઉપર જણાવેલ નંબર ૧ના કામમાં ૨ અને ૩માંથી પણ નાણાં વાપરી શકાય છે. નંબર ૨ ના કામમાં નંબર ૩ માંથી નાણાં વાપરી શકાય છે. આ સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપર મુજબના કામમાં શ્રી જૈનશાસ્ત્ર અનુસાર નાણાં વાપરી શકશે.”
સ્વપ્નાદિ બોલી-ચડાવાની રકમને કલ્પિત દેવદ્રવ્ય ખાતે ગણવામાં