________________
પરિશિષ્ટ-૧
ન બને. જેઓ આવી શક્તિ ધરાવતા હોય તેમણે સ્વદ્રવ્યથી જ પૂજાદિ કરવાનો લાભ લેવો જોઈએ અને તેવી ભાવના પણ રાખવી જ જોઈએ. તેમણે તો પોતાના ધંધાકીય ક્ષેત્રના માણસોને પગાર આપે છે તેમ પૂજારીઓને પણ તે રીતે સ્વદ્રથી જ પગાર આપવો જોઈએ અને સ્વદ્રવ્યથી જ જિનપૂજાની તમામ સામગ્રી વસાવવી જોઈએ. આ વાત ઠરાવની શરૂઆતમાં ટૂંકા શબ્દોમાં પણ મૂકવામાં આવી છે. તે તરફ બધાએ પોતાનું ધ્યાન બરોબર લગાડ્યા બાદ ઠરાવનો પછીનો ભાગ વાંચવો જોઈએ.
સંમેલને જિનમંદિરના સંબંધમાં આવતાં જિનભક્તિનાં સર્વ કાર્યોમાં કલ્પિત-દેવદ્રવ્યની રકમનો ઉપયોગ કરવાનું જણાવેલ છે. અર્થાત “જિનભક્તિસાધારણ' ખાતે જેને બીજા નામે દેવકુ સાધારણ' કહેવાય છે તે ખાતે ઉપયોગમાં લેવાનું જણાવેલ છે, નહિ કે પૂર્વોક્ત સાત ક્ષેત્રના સાધારણ કે સર્વ સાધારણ ખાતે.
સવાલ એ પણ થાય છે કે જો સ્વપ્ન, ઉપધાનાદિ બોલી-ચડાવાની રકમને કલ્પિત દેવદ્રવ્ય ખાતે નહિ ગણાય તો તે શું પૂજા દેવદ્રવ્ય ખાતે ગણાશે ? જો તેમ ગણવું હોય તો તે કોઈ શાસ્ત્રપાઠ છે ખરો ? જો કોઈ શાસ્ત્રપાઠનું તેવું અર્થઘટન કરીને ઉક્ત બોલી-ચડાવાની રકમોને પૂજા-દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવાતું હોય તો હવે આ નિર્ણય કોણ કરશે ? કે ઉક્ત બોલીનું દ્રવ્ય પૂજા-દેવદ્રવ્યમાં લઈ જવું કે કલ્પિતદેવદ્રવ્યમાં ? [અમારા મતે પૂજાદિ કાર્યો માટે ભેટ મળેલી રકમ તે પૂજા દેવદ્રવ્ય છે અને જિનમંદિરના નિર્વાહ માટેનાં સાધનો દ્વારા કે સીધી રીતે ભેટ મળેલી રકમ કે ઉછામણીની રકમ તે કલ્પિત દેવદ્રવ્ય
આ વાદના નિર્ણાયક તરીકે આ વિષયમાં બે મહાગીતાર્થ મહાત્માઓ છે; જે બન્ને સ્વપ્નાદિના બોલી-ચડાવાના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું સ્પષ્ટ જણાવે છે. એમાં એક મહાપુરુષ છે : પૂજ્યપાદ સ્વર્ગસ્થ આગમોદ્ધારક સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજા સાહેબ કે જેમણે આ વાત સ્પષ્ટ શબ્દોમાં સુરતના આગમમંદિરના બંધારણમાં જણાવી છે, જે લખાણ અક્ષરશઃ નીચે મુજબ છે.
ટ્રસ્ટીઓને યોગ્ય લાગે તે મુજબ તેઓ નીચે મુજબના જૈનશાસ્ત્ર