________________
૧૬૦
ધાર્મિક વહીવટ વિચાર
જેમ ત્રણમાંથી કોઈ પણ પ્રકારના દેવદ્રવ્યનો ઉપયોગ જ્ઞાનખાતે, સાધુ વૈયાવચ્ચ ખાતે કે સિદાતા સાધર્મિક ખાતે ન જ થઈ શકે (અર્થાત દેવદ્રવ્યનો ઉપયોગ સાધારણ-સર્વ સાધારણ : પાઠશાળા, આંબિલખાતું વગેરે ખાતે ન જ થઈ શકે) તેમ દેવદ્રવ્યના જે ઉપર્યુક્ત ત્રણ પેટા વિભાગો છે, તેમાં પણ શાસ્ત્રનીતિથી વિરુદ્ધ એકનો બીજા ખાતે ઉપયોગ ન થઈ શકે, વિગન્ધિ નિર્માલ્ય દેવદ્રવ્યનો ઉપયોગ પ્રભુજીની અંગપૂજામાં ન થઈ શકે, તેમ પૂજા-દેવદ્રવ્યનો ઉપયોગ કલ્પિત દેવદ્રવ્યની જેમ જિનમંદિરને લગતાં સર્વ કાર્યોમાં ન થઈ શકે.
કેમ કે કલ્પિત દેવદ્રવ્યમાં જ દેરાસર અંગેનાં સર્વ કાર્યમાં ઉપયોગ કરવાનું જણાવેલ છે. પૂજા દેવદ્રવ્યમાં આવું વિધાન નથી.
જો દેવદ્રવ્યનાં ત્રણ પેટાખાતાંઓ વહીવટી ચોપડે જુદા પાડી દેવામાં આવે તો આ અંગેના વિવાદોનું શમન થઈ જાય.
Vા હવે વિવાદની મુખ્ય વાત ઉપર આવીએ, જે કલ્પિત દેવદ્રવ્ય સંબંધમાં છે. એક વાત સહુ ધ્યાનમાં રાખે કે દેવદ્રવ્યનું નિરૂપણ કરતી જે ચાર ગાથાઓ ઉપર જણાવી છે તે ગ્રંથ સાતમી સદીનો છે. એ સમયમાં શ્રાવકો જિનાલયનાં સર્વ પ્રકારનાં કાર્યો ભવિષ્યમાં કાયમ માટે સારી રીતે ચાલતાં જ રહે તે માટે રિઝર્વ ફંડ (નિધિ ધન) મૂકતા. તેની પાછળ તેમની કલ્પના હતી કે આ ધનથી મંદિરને લગતાં તમામ કાર્યોનો નિર્વાહ થાઓ. આથી આવી નિર્વાહની કલ્પનાથી મુકાતા ધનને કલ્પિત (ચરિત) ધન કહેવાતું, કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું.
સ્વપ્નાદિકની ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણોથી ઉત્પન્ન થતા દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય કહેવાય છે. કેમ કે તે જિનભક્તિના નિમિત્તથીઆચરણથી-ઉત્પન્ન થયેલ છે. ગાથામાં “fનનપત્તીરૂં નિમિત્ત = વર શબ્દો દ્વારા આનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
સંમેલનના શ્રમણોએ આ રીતે સ્વપ્ન, ઉપાધાનાદિના બોલી-ચડાવાથી પ્રાપ્ત થતા દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ગણાવીને તેના દ્વારા પૂજારી, ચોકીદાર વગેરેને પગાર આપવાનું તથા જરૂર પડે તો કેસરાદિ પણ લાવવાનું જે જણાવેલ છે તે પણ એવા જ સંયોગમાં જણાવેલ છે કે જ્યાં જૈનસંઘ કે જેનશ્રાવક (શ્રાવિકા)ને સ્વદ્રવ્યથી જ આ બધાં કાર્યો કરવાનું શક્ય