________________
પરિશિષ્ટ-૧
૧૫૯
रिद्धिजुअसम्मएहिं सद्धेहिं अहव अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं जं चरियं सव्वमुवओगि ॥ ४ ॥ અર્થ : દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે : ૧. પૂજા દેવદ્રવ્ય, ૨. નિર્માલ્ય દેવદ્રવ્ય, ૩, કલ્પિત દેવદ્રવ્ય.
૧. પૂજા દેવદ્રવ્ય : પૂજાદેવદ્રવ્ય તે આદાન (ભાડું) આદિ સ્વરૂપ ગણાય છે. તેનાથી પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ જિનેશ્વરદેવ ના દેહની બાબતમાં થાય છે. એટલે કે આ પૂજા દ્રવ્યનો ઉપયોગ કેસર, ચંદન વગેરે પ્રભુના અંગે ચડતા પદાર્થો માટે વપરાય છે. અંગપૂજાની જેમ અગ્રપૂજાનાં દ્રવ્યોમાં પણ આ પૂજાદ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે.
૨. નિર્માલ્ય દેવદ્રવ્ય : પ્રભુજીની આગળ ચડાવેલાં અક્ષત, ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરેના વેચાણથી જે રકમ પ્રાન થાય તે નિર્માલ્ય દેવદ્રવ્ય ગણાય. જ આ નિર્માલ્ય દેવદ્રવ્ય પ્રભુજીની અંગપૂજાના કામમાં વપરાતું નથી. પણ તે ચૈત્ય સંબંધી બીજાં કાર્યોમાં વાપરી શકાય છે. વળી નિર્માલ્ય દ્રવ્યને આભૂષણોના રૂપમાં ફેરવી નાંખ્યું હોય તો તે આભૂષણો પ્રભુજીના અંગે ચડાવી શકાય. આમ આ નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં વિકલ્પ થયો કે તે પ્રભુજીના અંગે કેસર, આદિ સ્વરૂપે ચડાવી ન શકાય પણ આભૂષણાધિરૂપે ચડાવી શકાય,
૩. કલ્પિત દેવદ્રવ્ય : ધનવાન શ્રાવકોએ અથવા સંઘમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી કિનાર્તવ બંધાવ્યું છે તે શ્રાવકોએ જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કોઈ પણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી બની શકે છે.
વિશેષ વિચાર : શાસ્ત્રકારોએ ઉપર મુજબ દેવદ્રવ્યના ખાતામાં ત્રણ પેટા ખાતાં જણાવ્યાં છે. ભારતભરના કોઈ પણ જૈનસંઘના વહીવટમાં આ રીતે દેવદ્રવ્યના ત્રણ ભાગ પાડીને વહીવટ કરાતો નહિ હોય એવો ખ્યાલ છે. આથી જ કેટલાક વિવાદ ઊભા થયા છે એમ લાગે છે. જેમ સાત ક્ષેત્રોની એક જ કોથળી ન રખાય તેમ દેવદ્રવ્યનાં ત્રણ ખાતાંની એક જ કોથળી રાખી ન શકાય. આમ કરવાથી જ બધી ગરબડો ઊભી થાય છે. ધા.વ.-૧૧