________________
૧૫૮
ધાર્મિક વહીવટ વિચાર
ખરેખર તો આવા પ્રકારનો વિચાર પૂર્વે પણ ગીતાર્થ મહાપુરુષોએ તે સમયના વિષમ બનેલા દેશ-કાળાદિના કારણે કર્યો જ હતો. પૂજ્યપાદ આગમોદ્ધારક આ દેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મ.સાહેબ તથા પૂજ્યપાદ સિદ્ધાન્તમહોદધિ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ (પૂ. પાદ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આ દેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના ગુરુદેવશ્રી) મુખ્ય હતા.
એટલે આ કોઈ નવો-એકાએક ટપકી પડેલો વિચાર નથી. વળી છેલ્લા કેટલાક દાયકાઓથી સંમેલનમાં એકઠા થયેલા આચાર્યાદિ શ્રમણોએ અનેક સ્થળોમાં જોયું કે પૂજારી આદિને જે પગાર વગેરે અપાય છે તે દેવદ્રવ્યમાંથી (ભંડારની આવક વગેરે રૂપ, નિર્માલ્ય રૂપ વગેરે ત્રણે પ્રકારના દેવદ્રવ્યમાંથી) જ અપાય છે. ખુદ આણંદજી કલ્યાણજીની પેઢી સમગ્ર ભારતના પોતાના વહીવટી ક્ષેત્રોમાં આમ જ છેલ્લા કેટલાક દાયકાઓથી કરતી આવી છે.
બીજી બાજુ શાસ્ત્રપાઠ જોતાં દેવદ્રવ્યના ત્રણ પેટાવિભાગો વિચારતાં તેમાં જે કલ્પિત-દેવદ્રવ્ય છે તેની રકમમાંથી પૂજારીનેં પગાર વગેરે આપવાની જોગવાઈ સ્પષ્ટ રીતે જોવા મળી. એટલે પહેલા બે પ્રકારના દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને પગાર બંધ થાય તે માટે કલ્પિત દેવદ્રવ્યમાંથી તે પગારાદિની વ્યવસ્થા કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે.
શાસ્ત્રપાઠ : અર્થ અને વિવરણ : સાતમા સૈકાનો ગ્રંથ : સંબોધપ્રકરણ લેખક
: આ. હરિભદ્રસૂરિજી ગાથા વિષય : દેવદ્રવ્યના ત્રણ પ્રકારોનું નિરૂપણ
चेइअदव्वं तिविहं, पूआ, निम्मल्ल, कप्पियं तत्थ ।
__ आयाणमाइ पूयादव्वं, जिणदेहपरिभोगं ॥१॥ अक्खयफलबलिवत्थाइसंतिअं जं पुणो दविणजायं ।
तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्ममि उवओगं ॥ २ ॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हु विभूसणाइहिं ।
तं पुण जिणसंसग्गि, ठविज्ज णण्णत्थ तं भया ॥ ३॥