________________
૧૬૪
ધાર્મિક વહીવટ વિચાર
વિરોધ નોંધાવ્યા વિના મુંબઈમાં આઠ બાબતોમાં દેવદ્રવ્યનો થતો અસ્થાને અને અનિચ્છનીય ઉપયોગ થતો હોવાની વાત ઉપર દુ:ખ વ્યક્ત કરવા સાથે તેવા આશયનું જણાવેલ છે કે, ‘તમે જે ઠરાવ કરેલ છે તેમાં આ ભયસ્થાનોની પણ તમારે નોંધ લેવી જોઈએ. તેમાં તેઓશ્રીની છઠ્ઠી બાબત તરીકે જે જણાવેલ છે તે ઉપરથી એકદમ સ્પષ્ટ થાય છે કે તેઓ કલ્પિતદેવદ્રવ્યની રકમમાંથી ગોઠીને પગારાદિ આપવામાં સંમત હતા પણ વધુ પડતા ગોઠીઓ રાખીને કે ગોઠી વગેરેને વધુ મોટા પગારો આપીને તે દેવદ્રવ્યની રકમનો દુરુપયોગ કરવાના સખ્ત વિરોધી હતા. આ તેમણે દર્શાવેલા “દુરુપયોગ’ સામેના સખ્ત વિરોધમાંથી જ તેમની યોગ્ય પગારરૂપે અને ઓછી સંખ્યાના નોકરોને કલ્પિત-દેવદ્રવ્યમાંથી પગાર આપવામાં સંમતિ આપી છે એ વાત એકદમ સ્પષ્ટ થાય છે. પ આ રહ્યા તે મહાપુરુષના મધ્યસ્થ બોર્ડને લખેલા પત્રમાંના કેટલાક મહત્ત્વના ઉતારા : (“૬.) દેવદ્રવ્યમાંથી બિનજરૂરી મોટા મોટા પગારો આપી જે બિનજરૂરી વધારે પડતો સ્ટાફ રખાય છે એ અનુચિત છે, અને દેવદ્રવ્યમાંથી પગાર ખાતા સ્ટાફના માણસોનો ઉપયોગ મૂર્તિ, મંદિર કે તેની દ્રવ્ય-વ્યવસ્થા સિવાયની બાબતોમાં કરવો એ દેવદ્રવ્યનો દુરુપયોગ કહેવાય. તેમજ ગેરવાજબી વધારે પડતો સ્ટાફ રાખવો એ પણ દેવદ્રવ્યને હાનિ પહોંચાડાનારું કાર્ય બને છે.
' “તમારા ઠરાવને સ્પર્શીને વિચારતાં પણ પહેલી વાત એ છે કે સંબોધ પ્રકરણના હિસાબે દેવદ્રવ્યનાં ત્રણ જુદાં ખાતાં હોવાં જોઈએ.
૧. પહેલા નંબરમાં આદાન દ્રવ્ય તે પ્રભુ-પૂજાદિ માટે અપાયેલાં દ્રવ્યો. પ્રભુની એટલે પ્રભુપ્રતિમાની ભક્તિના મુગટ, અંગરચના, કેસર, ચંદન, બરાસ, કસ્તુરી આદિ કાર્યમાં ઉપયોગી થઈ શકે છે.
“૨, નિર્માલ્ય દ્રવ્ય મંદિરના કાર્યમાં ઉપયોગી થઈ શકે છે અને દ્રવ્યાન્તર કરી પ્રભુનાં આભૂષણ પણ બનાવી શકાય..
૩. કલ્પિત (આચરિત) દ્રવ્ય મૂર્તિ અને મંદિર બંનેના કાર્યમાં ઉપયોગી થઈ શકે છે.
“સંબોધ પ્રકરણ મુજબ દેવદ્રવ્યનાં આવાં શાસ્ત્રીય ત્રણ ખાતાં જુદાં ન રાખવાથી જુઓ કે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે ? આદાન