________________
પરિશિષ્ટ-૧
૧૫ દ્રવ્યનું મંદિરમાં અને નિર્માલ્ય દ્રવ્યનું પ્રભુપૂજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. દા.ત. આદાન દ્રવ્ય મંદિરકાર્યમાં અને જીર્ણોદ્ધારમાં ખરચાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે નિર્માલ્યદ્રવ્ય પણ એક જ દેવદ્રવ્યના ખાતામાં જમે કરવાથી એ પ્રભુના અંગ ઉપર ચઢવાની પરિસ્થિતિ જન્મે છે.”
આમ જ્યારે બે મહાગીતાર્થ સ્વર્ગસ્થ આચાર્યોની જો સ્વપ્નાદિની બોલી આદિની રકમને કલ્પિત દેવદ્રવ્યના ખાતે લઈ જવામાં સ્પષ્ટ સંમતિ છે તો સંમેલને કરેલા આ ઠરાવમાં શાસ્ત્રવિરુદ્ધ કશુંક થયાની વાત ટકી શકતી નથી.
વળી પૂજ્યપાદ અડગમોદ્ધારક સાગારાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબના ‘આગમજ્યોત પુસ્તક બીજુ.’ પ.નં. ૨૬,૨૭ ઉપર તો તે મહાપુરુષે એ આશયનું લખાણ સ્પષ્ટ જણાવ્યું છે કે, “જિનમંદિરના પૂજારી કાંઈ ગૃહસ્થના છોકરાને તેડીને ફરવા માટે રાખ્યો નથી. જો તેને જિનભક્તિ માટે રાખવામાં આવ્યો હોય તો તેને દેવદ્રવ્ય (કલ્પિત) માંથી પગાર આપી શકાય. કેમ કે જિનભક્તિ માટે જે એકઠું કરેલું (કલ્પિત) દ્રવ્ય છે તેમાંથી જિનભક્તિ કરતા પૂજારીને પગાર આપવામાં દેવદ્રવ્યના ભક્ષણનો સવાલ આવતો જ નથી. જો જિનભક્તિ માટે બનાવતા ચૈત્યના આરસ, હીરા, મોતી, ઈટ, ચૂનો વગેરેની ખરીદીમાં દેવદ્રવ્યની રકમ અપાય છે તો માળી, પૂજારીને કેમ ન અપાય ? આવી બાબતમાં દેવદ્રવ્યનું તમે પૂજારીને ભક્ષણ કરાવી દો છો,” એમ કહેનારા કેટલા મૃષાવાદી ગણાય ?”
આમ બે મહાપુરુષોના વિચાર ઉપરથી નક્કી થાય છે કે સ્વપ્નાદિની ઉછામણીની રકમ પૂજા-દેવદ્રવ્યમાં ન લેતાં કલ્પિત-દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ. કેટલાકો એમ કહે છે કે, “આ રકમ પૂજા-નિર્માલ્ય અને કલ્પિતમાંથી એકેયમાં ન લઈ જતાં બોલી દેવદ્રવ્ય' નામનો ચોથો પેટાભેદ ઊભો કરીને તેમાં આ રકમ લઈ જવી જોઈએ.”
આ વાત બરોબર નથી. કેમ કે આમ કરવા માટે તેઓ પાસે શાસ્ત્રપાઠ નથી. વળી તેમ કરવામાં ગૌરવ-દોષ પણ આવે છે. કેટલાક કહે છે કે, “બોલીની રકમો પૂજા-દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ.” ભલે....તેમ