________________
૧૬૬
ધાર્મિક વહીવટ વિચાર
જરૂર કરી શકાય પણ તે માટે તેમણે શાસ્ત્રપાઠ આપવો પડશે ને ?
આ ઠરાવનો જેઓ વિરોધ કરી રહ્યા છે તેઓ તરફથી એવો પ્રચાર થાય છે કે, “ આ રીતે જો સ્વપ્નાદિ કોલીની આવકનો પૂજારીને પગારમાં અને કેસરાદિમાં ઉપયોગ થશે તો જીર્ણોદ્ધારનાં કાર્યો બંધ થઈ જશે.”
આ ભય કેટલો બધો નિરાધાર છે ? પૂજારી આદિને પગારમાં વર્ષે શું ક્રોડ રૂ. અપાઈ જશે ? કે માંડ લાખોની જરૂર પડશે ? પછી બાકીની અધિક રકમ તો જીર્ણોદ્ધારાદિમાં જ જવાની છે.
ખરેખર તો નૂતન તીર્થો ઊભાં કરનારાઓએ અને તેના પ્રેરકોએ જ દેવદ્રવ્યના ક્રોડો રૂ. તેમાં ખેંચી લઈને મેવાડાદિ ક્ષેત્રોનાં અત્યંત આવશ્યક જીર્ણોદ્ધારનાં કાર્યોને ખાડે નાંખી દીધાં છે.
વળી લાખો કે ક્રોડો રૂ.નાં જે જિનાલય નિર્માણ પામી રહ્યાં છે તે જિનાલયો તો શ્રાવકો પોતાની જિનભક્તિ માટે ઊભાં કરે. તે માટે તેમનાથી તેમાં દેવદ્રવ્યની રકમ લગાવાય ખરી ? તેમણે તેમાં આદર્શરૂપે તો સ્વદ્રવ્ય જ વાપરવું ન જોઈએ ? તેના પ્રેરક, કારક અને પ્રતિષ્ઠાકારક આચાર્યો શ્રાવકોને દેવદ્રવ્યની ક્રોડો રૂ. ની રકમ કેમ ભેગી કરી આપતા હશે ? તેઓ તે શ્રાવકોને સ્વદ્રવ્યનું ફંડ કરીને જ જિનાલયો બાંધવાનો કે તીર્થ ઊભું કરવાનો ઉપદેશ કેમ નથી આપતા ? અથવા તેવાં જિનાલયાદિનાં પ્રતિષ્ઠાદિ કાર્યો કરી આપવામાંથી ગેરહાજર કેમ નથી રહેતા ?
- હવે જો શક્તિમાન શ્રાવકો પણ સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યમાંથી જિનભક્તિ માટેનું જિનાલય બનાવી શકે તો સ્વદ્રવ્યમાંથી જ જિનપૂજાની સામગ્રી, ગોઠીને પગાર આપવો એવો આગ્રહ શા માટે રાખે છે ?
સ્વ. પૂ. પાદ, વ્યા. વાચસ્પતિ આ. દેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબે જ જિનની ભક્તિ અને જિનપૂજાનાં ઉપકરણોની વૃદ્ધિ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું જણાવેલ છે.
આથી સ્પષ્ટ થઈ જાય છે કે દેવદ્રવ્યમાંથી જિનભક્તિ થઈ શકે તથા તે અંગેનાં ઉપકરણો (કેસર વગેરે) લાવી શકાય.
આ રહ્યા તેઓશ્રીએ સંશોધિત કરીને આપેલા (‘વિજય પ્રસ્થાન'