________________
પરિશિષ્ટ-૨
૨૨૩
શ્રાદ્ધજીતકલ્પ-વૃત્તિના આ અધિકારમાં નીચેની વિશેષતાઓ નોંધપાત્ર
છે.
(૧) મુહપત્તિ આદિમાં અંગતપરિભોગમાં માત્ર તપપ્રાયશ્ચિત્ત છે. એટલા દ્રવ્યનું પ્રત્યર્પણ નહીં.
(૨) મૂળમાં રહેલ ‘નન્તનાપુ’ શબ્દમાં જે આવિ શબ્દ પડેલો છે તેનાથી જેનું ગ્રહણ કરવાનું છે તે વસ્ત્રાદિ અને કનકાદિનો વૃત્તિકારે જુદો જુદો ઉલ્લેખ કર્યો છે.
(૩) વસ્ત્રાદિ માટે કોઈ વિવેચન કર્યું નથી પણ કનકાદિ માટે વિવેચન કર્યું છે.
(૪) એ વિવેચનમાં ‘હત્યાવિ પ્રજારે’ શબ્દનો ઉલ્લેખ છે. (૫) ‘વસ્થારૂતુ રેવાં વ' એવા અધિકાર અંગે વૃત્તિકારે પણ ‘નૌ' નો પૃથક્ ઉલ્લેખ કર્યો નથી.
આ
કરવા એક
થઈ જવી જરૂરી છે, કે ગ્રન્થકારો પોતાના મનમાં રહેલા અભિપ્રાયોને વ્યક્ત કરવા માટે ગ્રન્થાત્મક શબ્દો ઉચ્ચારે છે. વળી તેઓ શબ્દપ્રયોગ કરવામાં એકદમ ચોક્કસ હોય છે. એટલે તેઓએ કરેલા ઓછા-વત્તા કે સામાન્ય-વિશેષ શબ્દોના પ્રયોગો એમના મનના અભિપ્રાયોનું પ્રતિબિંબ પાડતા હોય છે. આપણે એ પ્રતિબિંબને સમજવા માટે કોશિશ કરીએ.
(૧) મુહપત્તિ વગેરે પણ વસ્ત્રરૂપ હોવા છતાં એમાં એટલું પ્રત્યર્પણ નથી કહ્યું. એનાથી જણાય છે કે એ રેિભોગ એકાદ અંગત કાર્ય કરવા પૂરતો ઇત્વરકાલીન હોય અને પછી પાછા એ પુનઃ ગુરુના ઉપયોગમાં આવવાના જ હોય. જો એ પુનઃ ગુરુના ઉપયોગમાં આવે એમ ન હોય તો વસ્ત્રાદિની જેમ એમાં પણ એટલા દ્રવ્યનું પ્રત્યર્પણ સમજવું જોઈએ. આવું માનવું યોગ્ય લાગે છે.
(૨), (૩) વસ્ત્રાદિ અને કનકાદિ એ બન્નેમાં આદિશબ્દગ્રાહ્યત્વ હોવા છતાં વૃત્તિકારે કનકાદિનો જે જુદો ઉલ્લેખ કર્યો છે તે જણાવે છે કે તેઓએ કનકાદિને વસ્ત્રાદિ કરતા જુદાં પાડવાં છે. આ બન્ને કક્ષાની ચીજોનું વિભાજન કયા ધર્મોના કારણે છે ? અર્થાત્ અહીં વિભાજક ઉપાધિ કોણ કોણ છે ? એ શોધી કાઢવું જોઈએ.
કેટલાક વિદ્વાનોની કલ્પના એ છે કે અઢારમા સૈકામાં રચાયેલા
ધા.વ.-૧૫