________________
ધાર્મિક વહીવટ વિચાર
स्युः । यतिद्रव्यभोगे इयत्ति एवं प्रकारः प्रायश्चित्तविधिरवगन्तव्यः । अत्रापि पुनर्वस्त्रादौ देवद्रव्यवत् वक्ष्यमाण देवद्रव्यविषयप्रकारवत् ज्ञेयम् । अयमर्थः यत्र गुरुद्रव्यं भुक्तं स्यात्तत्रान्यत्र वा साधुकार्ये वैद्याद्यर्थं वन्दिग्रहादिप्रत्यपायापगमाद्यर्थं वा तावन्मितवस्त्रादिप्रदानपूर्वमुक्तं प्रायश्चित्तं વૈયમિતિ ગાથાર્થ: || ૬૮ ||
કોઈ શ્રાવકથી સાધુસંબંધી દ્રવ્ય વપરાઈ ગયું હોય તો શું પ્રાયશ્ચિત્ત આવે ? તે હવે જણાવે છે
૨૨૨
-
-
-
ગાથાર્થ : મુહપત્તિ-આસન આદિ (પોતાના અંગત પરેિભોગમાં) વપરાયાં હોય તો, ભિન્નમાસ, જળ-અન્ન વગેરે વપરાયાં હોય તો, માસગુરુચતુર્લઘુ વગેરે પ્રાયશ્ચિત્ત આપવું. ગુરુદ્રવ્ય વપરાઈ જવાના પ્રાયશ્ચિત્તનો આવો વિધિ જાણવો. આમાં વિશેષતા એ છે કે વસ્ત્રાદિ વપરાયાં હોય તો
વૃત્તિનો અર્થ : ગુરુનાં મુત્તિ આસન વગેરે વપરાયાં હોય તો
આમાં
ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત આપવું. હવે ‘ગતનાસુ' પદની વ્યાખ્યા આદિ શબ્દ જે રહ્યો છે તેનાથી વસ્ત્રાદિ અને કનકાદિનો પણ જળઅન્ન સાથે સમાવેશ જાણવો. (અહીં વૃત્તિકાર વિશેષ વાત જણાવે છે.) દૂરથી જ હાથ ઊંચા કરીને ધર્મલાભ કહે છતે શ્રી સિદ્ધસેનસૂરિને રાજાએ કોટિદ્રવ્ય આપ્યું. આવી જે વાત પ્રબન્ધગ્રન્થોમાં સંભળાય છે તે રીતે કોઈએ પણ સુવર્ણાદિ દ્રવ્યને ગુરુસંબંધી બનાવ્યું હોય, અથવા તો દ્રવ્યલિંગી પાસે જે દ્રવ્ય રહ્યું હોય તેનો કનકાદિ તરીકે ગુરુદ્રવ્યરૂપે સમાવેશ જાણવો. આ જળ વગેરે ગુરુદ્રવ્ય વપરાયાં હોય તો ક્રમશઃ ગુરુમાસ, ચતુર્લઘુ, ચતુર્ગુરુ, પલૢઘુ જાણવા. એટલે કે ગુરુસંબંધી જળ વપરાયું હોય તો ગુરુમાસ, અન્ન વપરાયું હોય તો ચતુર્લઘુ, વસ્ત્રાદિ વપરાયાં હોય તો ચતુર્ગુરુ અને કનદે વપરાયાં હોય તો પડ્વઘુ પ્રાયશ્ચિત્ત જાણવું. યતિદ્રવ્યનો પરિભોગ થવામાં આ પ્રમાણે પ્રાયશ્ચિત્તવિધિ જાણવો. વળી અહીં પણ વસ્ત્રાદિ અંગે આગળ કહેવાનાર દેવદ્રવ્ય મુજબ જાણવું. એટલે કે જ્યાં ગુરુદ્રવ્ય ભોગવાઈ ગયું હોય ત્યાં કે અન્યત્ર સાધુના કાર્ય માટે વૈદ્યાદિને આપવા કે કેદ વગેરેમાંથી છોડાવવા માટે તેટલી કિંમતનાં વસ્ત્રાદિ(કે એટલા પૈસા)નું અર્પણ કરવા પૂર્વક ઉપર્યુક્ત તપ કરવાનું પ્રાયશ્ચિત્ત આપવું.
-