________________
ધાર્મિક વહીવટ વિચાર
“શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝના ટ્રસ્ટીઓની તા.૨૪-૮૧૯૬૫ની મીટીંગમાં થયેલો ઠરાવ નીચે મુજબ છે.
“ઉપરના બે પત્રોમાં જણાવ્યા પ્રમાણે તેમની લાગણી અને વિનંતી ધ્યાનમાં લઈને નીચે પ્રમાણે ઠરાવવામાં આવે છે.
(૧) તેમના તરફથી રૂ. ૫૦,૦૦૦ રોકડા તેમના પત્રમાં લખવા મુજબ આપવામાં આવે ત્યારથી કાયમ માટે સ્વપ્નાની બોલીની રકમ દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું ઠરાવવામાં આવે છે.
(૨) તેમની ઇચ્છા મુજબ તેઓ કેશર, સુખડ વિગેરે ખાતાંઓની ઉપજ તીથી આદિ ગોઠવણો તેમનાં પત્રમાં જણાવ્યા મુજબ કરી સદર ખાતાંઓ માટે રૂ. ૧,૨૫,૦૦૦ અંકે રૂપિયા સવા લાખ પૂરા જમા થતાં સદર ખાતાઓનો કોઈ પણ ખર્ચ કલ્પીત દેવદ્રવ્યમાંથી ન કરવાનો ઠરાવવામાં
ન
૨૪૮
w.yugpradhan.com
(૩) સાધારણ ખાતામાં તોટો રહે તો (૧) શેઠશ્રી જેઠાલાલ ચુનીલાલ... (૨) શેઠશ્રી કેશવલાલ મોતીલાલ (૩) શેઠશ્રી શાંતિલાલ સોમચંદ (ભાણાભાઈ) ને જણાવવું અને તેમ છતાં જો તોટો રહે તો કલ્પિત દેવદ્રવ્યમાંથી વાપરવું. જેમ અગાઉ વાપરતા હતા તે રીતે જ વાપરવું.
સહી. જે. આર. મોતીશા
તા. ૮-૧-૧૯૬૬
સંવત ૧૯૭૬માં ખંભાતમાં શ્રમણસંમેલને દેવદ્રવ્ય સંબંધી કરેલ નિર્ણયો
ખંભાત મુકામે પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્વિજય કમલસૂરીશ્વરજી મહારાજ, શ્રીમાન સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયજી ગણી અને પંન્યાસજી મહારાજ શ્રીમાન્ મણિવિજયજી ગણિ વગેરે મહાત્માઓએ એકત્રિત થઈને હરિભદ્રસૂરિકૃત ઉપદેશપદ, આવશ્યકવૃત્તિ, ષોડશક અને સંબોધ પ્રકરણ, શ્રીમદ્ જિનેશ્વરસૂરિષ્કૃત અષ્ટકવૃતિ, બૃહત્કલ્પ-વ્યવહાર અને નીશીથ ભાગ્યાદિ શાસ્ત્રોના આધારે દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણ ભક્ષણનું ફલ તેમજ તેમની આવક ફેરફાર