________________
પરિશિષ્ટ-૩
૨૪૫
(૪) ભાતાખાતામાં ખર્ચાય છે તે, તથા
(૫) આયંબિલ ખાતામાં રકમ આપ્યાનું જાણવામાં આવ્યું છે, તેજો સાચું હોય તો અતિ અનિચ્છનીય અને ટ્રસ્ટીપણાની જવાબદારીનું વિધાતક છે.
(૬) દેવદ્રવ્યમાંથી બિનજરૂરી પગારો આપી જે બિનજરૂરી સ્ટાફ રખાય છે, એ અનુચિત છે. અને દેવદ્રવ્યમાંથી પગાર ખાતા સ્ટાફના માણસોનો ઉપયોગ મૂર્તિ, મંદિર કે તેની દ્રવ્ય-વ્યવસ્થા સિવાયની બાબતોમાં કરવો, એ દેવદ્રવ્યનો દુરુપયોગ કહેવાય. તેમજ ગેરવ્યાજબી વધારે પડતો સ્ટાફ રાખવો તે પણ દેવદ્રવ્યને હાનિ પહોંચાડવાનું કાર્ય બને છે.
(૭) કેટલાંક સ્થળોમાં, દેવદ્રવ્યની ધરખમ આવક ચાલુ હોવા છતાં એમાંથી બહાર જીર્ણોદ્ધાર વગેરેમાં નથી અપાતું તથા પોતાની દેખરેખ નીચેના મંદિરના અને પ્રભુના પણ જરૂરી ઉપયોગમાં નથી લેવાતું અને એથી માત્ર સિલક (મૂડી) જ વધાર્યો જવાય છે, તે અત્યંત અનિચ્છનીય છે.
| (૮) કર્માદાન વગેરે ગેરવ્યાજબી રીતિથી દેવદ્રવ્યની વૃદ્ધિને પણ શાસ્ત્ર હેય ગણી છે, તો એવી વૃદ્ધિ, તેમ જ ઉપરોક્ત અનુચિત બાબતો એ બંનેય ઘોર પાપને લાવનારાં તથા સમસ્ત સંઘને નુકસાન કરનારાં છે.
દેરાસર, ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ખાસ ધ્યાનમાં લાવવા જેવું છે કે દેવદ્રવ્ય એ દેવની માલિકીનું (દેવ ભક્તિ આદિ માટેનું) અતિ પવિત્ર દ્રવ્ય કહેવાય. તેથી તેનો ઉપયોગ દેવ કે દેવના મંદિરના કાર્ય સિવાય અન્યત્ર થવો ન જોઈએ. નહિતર, બીજાં ક્ષેત્રોમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવાથી ભયંકર પાપનો બંધ થાય છે અને દેવદ્રવ્યની વ્યવસ્થા કરનાર પ્રત્યેક ટ્રસ્ટી તેનો હિમાયતી તો ન જ હોય. દેવદ્રવ્ય, શ્રાદ્ધવિધિ આદિ ગ્રન્થોના આધારે પૂજા, મહાપૂજા, મહોત્સવ, જીર્ણોદ્ધાર વગેરે અનેક કાર્યોમાં વપરાય છે.
ઉપર કહ્યા મુજબ દેવદ્રવ્યના કરાયેલા અને કરાતા અયોગ્ય સંગ્રહ, અયોગ્ય હવાલા તથા દુરપયોગને જાણવાથી મારા હૃદયમાં પારાવાર દુઃખ થયેલ છે. માટે, મારી તમને લાગણીભરી ભલામણ છે કે-મુંબઈમાં બનતી