________________
ધાર્મિક વહીવટ વિચાર
પૂજ્યપાદ પ્રેમસૂરિજી મ.સાહેબે
મધ્યસ્થ બોર્ડ”ને લખેલો પત્ર પરમારાથપાદ, પ્રાતઃસ્મરણીય, સિદ્ધાન્ત-મહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી,
શ્રી. એ. મૂર્તિપૂજક મધ્યસ્થ સંઘ સભાના સભાસદો જોગ ધર્મલાભ સાથે જણાવવાનું કે તમારો પત્ર મળ્યો હતો. હાલમાં કેટલેક સ્થળે દેવદ્રવ્યમાંથી ઉધારી સાધારણના ખર્ચમાં લેવામાં આવેલ રકમો, ટ્રસ્ટ એક્ટ વગેરેની વિરુદ્ધમાં તમે દર્શાવેલી લાગણી નોંધપાત્ર છે. પ્રભુશાસનમાં મહાપવિત્ર માનેલા દેવદ્રવ્યની રક્ષા અને શાસ્ત્રાનુસારી ઉપયોગ માટે પ્રગટતી સાવધાની એ ખરેખર જૈનશાસન પ્રત્યેના સુંદર પ્રેમ અને વફાદારીનું પ્રતીક છે. તમારામાંના ‘લગભગ બધાય ક્યાંકને ક્યાંક દેરાસર, ઉપાશ્રય આદિના પુણ્ય-વહીવટની જેવાબદારી ધરાવે છે કે જે જવાબદારીનું ઊંચું પાલન શાસનની સુરક્ષા, પ્રભાવના તથા ભવ્યજીવોને ધર્મ-સગવડ વગેરેમાં સારો ફાળો આપવા ઉપરાંત ઠેઠ તીર્થંકર નામકર્મના વિશિષ્ટ લાભ પામવા સુધી લઈ જાય છે.
તમે, મહાસર્ભાગ્ય પ્રાપ્ત થયેલી આ જવાબદારીને અનેક જીવોને ધર્મમાં ઉન્નત કરવા સાથે સ્વ-આત્માને ઉન્નત કરવામાં સફળ કરો એવી સંઘ આશા રાખે એ સ્વાભાવિક છે.
પ્રસ્તુતમાં તમે કરેલા ઠરાવ અંગે તમારી દેવદ્રવ્યની રક્ષાની ધગશ અનુસારે પહેલા તો નીચે દર્શાવેલાં મુદે ખાસ ધ્યાન ખેંચે છે.
(૧) શાસ્ત્રાધારે પ્રભુ-ભક્તિ નિમિત્તે બોલાતું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જઈ શકે છે, એને બદલે પોતપોતાની બુદ્ધિ અનુસાર આખું ને આખું, કે આઠ આની - દશ આની વગેરે પ્રમાણમાં સીધું સાધારણ ખાતામાં જે જમે કરવામાં આવે છે, તે તદન અશાસ્ત્રીય છે, પાપવાહી છે તથા સંઘના અપકર્ષને કરનારું છે.
(૨) વળી એવા દેવદ્રવ્યમાંથી જે ઉપાશ્રય આદિના કાર્યમાં હજારોના હિસાબે ખર્ચાય છે તે, તથા
(૩) પર્યુષણાદિમાં પ્રભાવનામાં ખર્ચાય છે, તે તથા