________________
પરિશિષ્ટ-૩
૨૪૧
એ વર્તમાન રાજકીય પરિસ્થિતિ વગેરેની દૃષ્ટિએ સમયોચિત જણાય છે. હવે માત્ર પ્રશ્ન એ રહે છે કે સંબોધ પ્રકરણમાં પૂજા, નિર્માલ્ય અને કલ્પિત એમ ત્રણ ભેદ પાડ્યા છે. તેમાં કલ્પિત કે આચરિત દ્રવ્યમાં કયા દ્રવ્યની ગણના કરવી એનો ઉલ્લેખ નથી. બોલી કે ઉછામણીનું દ્રવ્ય કલ્પિત કે આચરિત ગણાય એવો પાઠ બીજા કોઈ ગ્રન્થોમાં આવે છે કે કેમ ? તે આપશ્રીના ખ્યાલમાં હોય તો જણાવવા કૃપા કરશોજી.
ઉપરના વિચારો મારી અલ્પમતિ પ્રમાણે જણાવ્યા છે. તેમાં ઘણી ભૂલો હોવાનો સંભવ છે. આપશ્રીની આજ્ઞા થવાથી જેટલા પાઠો જોયા તેનો પૂર્વપર વિચાર કરતાં જે સ્ફુર્યું તે લખ્યું છે. તેમાં જે સુધારો કરવા લાયક હોય તે આપ જણાવશો.
પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી મ.સા.નો પૂજ્યપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં.૩
પરમારાપાદ પરમ કૃપાળુ પરમ ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં
કોટિશઃ વંદનાવલિ સહ નિવેદન કે
વ. ૧૨ નો કૃપાપત્ર મળ્યો. આલોયણની ચિક્રિયો મલી. આ સાથે બાકીની મોકલી છે.
‘ચેય વંળ મહાભાષ્ય' ની ગાથા ૨૦૩ જોઈ છે. ઉપરની ૪ ગાથાઓ સાથે તેને સંબંધ છે. તેમાં વસ્ત્ર, અલંકાર, વિલેપન, સુગંધિ ધૂપ, પુષ્પ, પંચામૃત વગેરે વસ્તુઓ અંગપૂજાની ગણાવેલ છે. તે બધાનું સામર્થ્ય ન હોય તો તેનો ભાવ રાખવા જણાવ્યું છે. ગા. ૨૦૬માં લખ્યું છે કે
ન
‘‘ સાવયનાસ્સ નિયમા નિયં સામળીસમાવે' સામગ્રીના સદ્ભાવમાં શ્રાવકજનને આ બે પૂજા ઉચિત છે; સાધુ જનને નહિ. આમાં કોઈ જગ્યાએ ‘સ્વદ્રવ્યથી’ એવો શબ્દ નથી, પણ સ્વશક્તિ અને સામર્થ્ય શબ્દ છે. એ સામર્થ્ય દ્રવ્યનું પણ લેવાય અને બીજી અનુકૂલતાનું પણ લેવાય. બધી સામગ્રી ન હોય તો થોડી સામગ્રી વડે સ્વશક્તિ મુજબ કરે એવો અર્થ કરવામાં આવે તો સંગતિ થઈ શકે, તેની ટીકા છે નહિ. તેથી આ જાતના પાઠ બીજે જ્યાં હોય ત્યાં જોવું જોઈએ.
સેવક-ભદ્રંકરના વંદન