________________
૨૪૯ ન થાય એમ જણાવનાર એ નિર્ણય લખ્યો પૃ. ૨૦
(આ નિર્ણય જૈન પત્રમાં તા. ૨૧-૩-૨૦ ના દિવસે પ્રસિદ્ધ કર્યો.) નિર્ણયના મુદ્દા
(૧) શાસ્ત્ર (સાક્ષાત-અનન્તર અને પરંપરરૂપ) વિના કોઈ પણ જીવની સિદ્ધિ જ નથી.
(૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની તેની પૂજાની તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા
(૩) શાસ્ત્રોક્ત રીતિએ દેવદ્રવ્યના વ્યાજ વગેરે દ્વારા વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય છે. અરે સંસારથી પાર ઉતરવાનો તે એક માર્ગ છે. I (૪) જૈનોથી પણ ન થાય તેવા પાપ કાર્યોમાં દેવદ્રવ્યનો વ્યય થતો નથી,
VICTOR
(૫) પાંચ સાત મુખ્ય સ્થાનકો સિવાયના સ્થળોએ દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ ઉભયની એક સરખી જરૂરત છે.
(૬) દેવદ્રવ્યની જે જે આવકો મકાનના ભાડાઓ દ્વારાએ, વ્યાજ દ્વારાએ, પૂજા આરતી મંગળદીવો વગેરે વિગેરેના ચઢાવા દ્વારા થતી હોય તે તે રસ્તાઓ બંધ કરવાનું ફળ શાસ્ત્રકારો સંસાર પરિભ્રમણ કહે
(૭) માલોદ્દઘાટન, પરિધાપનિકા મોચન અને ચૂંછનકરણ વિગેરેમાં ચઢાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડો વર્ષ પહેલાથી ચાલી આવતી શાસ્ત્રમાં કહેલી છે, દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વિગેરે કાર્યો વિવેકીઓએ કરવા જોઈએ. એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી જ તે દ્રવ્યને જિનાજ્ઞાપાલકોથી તો અન્યખાતામાં લઈ જવાય જ નહીં.
(૮) બોલીઓ કુસંપ નિવારવા માટે કલ્પેલી નથી, પણ શાસ્ત્રોક્ત
વિચાર સમીક્ષા લેખક મુનિશ્રી રામવિજયજી (પૂ. આ. શ્રી. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.) પ્રકાશક : અમદાવાદ જૈન વિદ્યાશાળા સં. ૧૯૭૬.