________________
૨૦૪
ધાર્મિક વહીવટ વિચાર (N) ज्ञानद्रव्यं देवकार्ये उपयोगी स्यान्नावा? यदि स्यात्तदा देवपूजायां प्रासादादौ वा इति प्रश्नः उत्तर:-.....एतदनुसारेण ज्ञानद्रव्यं देवपूजायां प्रासादादौ चोपयोगी भवतीति ।
અર્થ : પ્રશ્ન - જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં ઉપયોગી થાય કે નહીં? જો થાય તો દેવપૂજામાં કે જિનમંદિરાદિમાં ?
ઉત્તર : આ અનુસારે જ્ઞાનદ્રવ્ય દેવપૂજા અને જિનમંદિરાદિ કાર્યોમાં ઉપયોગી થાય છે.
જ્ઞાનદ્રવ્ય એ સ્વદ્રવ્ય ન હોવા છતાં એનો જિનપૂજામાં ઉપયોગ કહ્યો છે. વળી જેઓ ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' એવો આગ્રહ રાખે છે તેઓની જ નિશ્રામાં અનેક સંઘોમાં કેસર-સુખડ વગેરેના વાર્ષિક ચઢાવા કે સાધારણના ચઢાવા કરી એમાંથી કેસર-સુખડ વગેરે સામગ્રી લાવવામાં આવે છે જેનાથી અનેક શ્રાવકો પૂજા વગેરે કરે છે. . વળી દેવદ્રવ્યની વ્યાખ્યાનો સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો આ કેસર-સુખડ વગેરેના ચઢાવાથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય પણ દેવદ્રવ્ય બની ગયું હોવાથી “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ” એવા વિધાનનો અર્થ ‘દેવદ્રવ્યભિન્ન દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ, પણ દેવદ્રવ્યથી નહીં’ એવો કરવાથી પણ કોઈ બચાવ મળી શકતો નથી. જુઓ ‘દ્રવ્યસપ્તતિકા'માં દેવદ્રવ્યની આપેલી વ્યાખ્યા
(O) બોદારવુદ્ધિા તેવામાં પfપબ 1 ગયા | जं धणधन्नप्पमुहं तं तद्व्वं इहं णेयं ॥ २ ॥
અર્થ : નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે જે કાળે નિશ્ચિત કરેલાં હોય તે દેવાદિદ્રવ્ય જાણવું.
વૃત્તિ : દત્તા વધારવુદ્ધયા વિશિષ્ટનિયમબુદ્ધના देवादिभ्यो यद्धनधान्यादिकंवस्तु यदा यत्कालावच्छेदेन प्रकल्पितं उचितत्वेन देवाद्यर्थं एवेदं अर्हदादिपरसाक्षिकं व्यापार्यं न तु मदाद्यर्थे इति प्रकृष्टधीविषयीकृतं निष्ठाकृतमिति यावत् तदा तदिह अत्र प्रकरणे तद्रव्यं तेषां देवानां द्रव्यं देवादिद्रव्यं ज्ञेयं बुधैरिति शेषः ।
અર્થ : ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે ‘યોગ્યપણે, શ્રી અરિહંત આદિ પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યના