________________
પરિશિષ્ટ-૨
૨૦૩
દેવદ્રવ્યપણું દૂર થતું ન હોવાથી, દેવદ્રવ્યભક્ષણનો દોષ ઊભો જ રહેત, અને તો પછી, તેવી જાહેરાત કરીને એ ચીજ ભગવાનને ચડાવવાની શાસ્ત્રકાર અનુજ્ઞા ન આપત.
(૩) સંઘમંદિરમાં જ્યાં સંઘ દ્વારા જ યોગ્ય રીતે દેવદ્રવ્યમાંથી કેસરસુખડ વગેરેની વ્યવસ્થા થઈ હોય ત્યાં કોઈ શ્રાવક એ કેસર-સુખડ વગેરેથી પ્રભુપૂજા કરે, તો, ત્યાં સંઘ જાણતો જ હોય છે કે આ કેસર-સુખડ વગેરે દેવદ્રવ્યનું છે, આ શ્રાવકનું પોતાનું નથી, તેથી એની વૃથા પ્રશંસા વગેરે વગેરે થવાના દોષની સંભાવના રહેતી નથી. તો પછી શા માટે શ્રાવક એ દ્રવ્યથી પૂજા વગેરે ન કરી શકે ? આ દોષ ન રહેતો હોય તો, ગૃહમંદિરવાળા શ્રાવકને પણ એનાથી મુખ્યમંદિરમાં પૂજા કરવાનું વિધાન છે, તો સર્વશ્રાવકો માટે પણ એ પૂજાને વિહિત માનવી જ પડે.
આમ, ‘શ્રાવકે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ એવી પોતાની માન્યતાને શાસ્ત્રાનુસારી સિદ્ધ કરવા માટે ‘દ્રવ્યસપ્તતિકા' તેમજ ‘શ્રાદ્ધવિધિ’નો જે શાસ્ત્રપાઠ આપવામાં આવે છે તે પાઠ જ તેઓની આ માન્યતાને સિદ્ધ કરી શકતો નથી એ સ્પષ્ટ થયું. તેથી દેવદ્રવ્યથી જિનપૂજા થઈ ન શકે એ વાત ઊભી રહી શકતી નથી. સામે પક્ષે, ઉપરોક્ત અનેક શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વૃદ્ધિને પ્રભુપૂજા વગેરે માટે સ્પષ્ટ રીતે જણાવે છે. એટલે જ વિ.સ.૧૯૭૬માં ખંભાતમાં પૂ.આ.શ્રી. કમલસૂરિ મ., પૂ. શ્રી દાનસૂરિ મ., પૂ. સાગરજી મ. આદિએ નીચે મુજબ ઠરાવ કરેલો
| (M) ‘જિનપ્રતિમાની નિયમિત પૂજા થવા માટે, પૂજાનાં ઉપકરણો સમારવા માટે, તેમજ નવાં કરવા માટે તથા ચૈત્યો સમારવા માટે દેવદ્રવ્યની વૃદ્ધિ અને તેનું સંરક્ષણ કરવું. દેવદ્રવ્યનું સંરક્ષણ અને તેની વૃદ્ધિ દેવાધિદેવ પરમાત્માની ભક્તિ નિમિત્તે જ કરવામાં આવે છે. આ હેરાવ પર પૂ.આ.શ્રી. રામચંદ્રસૂરિજી મહારાજે પણ સહી કરેલી છે એ ખ્યાલમાં રાખવા જેવું છે.
બાકી ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ’ એવો એકાંત શાસ્ત્રકારોને સર્વથા અમાન્ય છે.
સેનપ્રશ્નમાં (પૃ.૨૮) કહ્યું છે કે