________________
૨૦૨
ધાર્મિક વહીવટ વિચાર
બધા જ શ્રાવકોને લાગુ પડે એ રીતે ‘સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' એવું કોઈ શાસ્ત્ર જણાવતું નથી અને તેથી, અન્ય શાસ્ત્રાધિકારો જે દેવદ્રવ્યથી પણ જિનપૂજા થવાની વાતો જણાવે છે તેની સાથે કોઈ વિરોધ રહેતો નથી.
(૨) ‘પ્રમુtોપસંમવા' એમ કહેવા દ્વારા, ગૃહચૈત્યવાળો શ્રાવક ઉક્ત દ્રવ્યથી મુખ્ય દેરાસરમાં પૂજા કરે તો એને વૃથા પ્રશંસાદિના કારણે દોષ થવાનો સંભવ દેખાડ્યો છે, પણ દેવદ્રવ્યભક્ષણનો દોષ દેખાડ્યો નથી. એ દ્રવ્ય ગૃહમંદિરમાં ચડાવેલું હોવાથી દેવદ્રવ્ય તો થઈ જ ગયું છે. આ દેવદ્રવ્યથી મુખ્યમંદિરમાં પૂજા કરવામાં જ દેવદ્રવ્યભક્ષણદેવદ્રવ્યનાશનો દોષ લાગતો હોત તો ગ્રંથકારે એ જ દોપ અહીં દર્શાવ્યો હોત, કેમ કે એ બહુ મોટો દોય છે. માટે જણાય છે કે દેવદ્રવ્યથી સંપાદિત કરેલ સામગ્રી દ્વારા જિનપૂજા કરવામાં દેવદ્રવ્યભક્ષણ-દેવદ્રવ્યવિનાશનો દોષ તો લાગતો જ નથી. એટલે જ ‘દ્રવ્યસપ્તતિકા'ના આ જ ગ્રંથાધિકારમાં પૂર્વે એ પણ કહી ગયા છે કે
'स्वगृहचैत्यढौकितचोक्षपूगीफलनैवेद्यादिविक्रयोत्थं पुष्प भोगादि स्वगृह-चैत्ये न व्यापार्य, नापि चैत्ये स्वयमारोप्यं, किंतु सम्यक्स्वरूपमुक्त्वाऽर्चकादेः पार्थात् तद्योगाभावे सर्वेषां स्फुटं स्वरूपमुक्त्वा स्वयमारोपयेत् । अन्यथा मुधा जनप्रशंसादिदोषः ।।
અર્થ : પોતાના ગૃહમંદિરમાં ધરેલા ચોખા, સોપારી, નૈવેદ્યના વેચાણથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ વગેરેને પોતાના ગૃહત્યમાં ન વાપરવાં, તેમ જ બીજા (સંઘના) દેરાસરે આવીને પણ પોતાની મેળે એ ન ચડાવવાં. પણ તેની વ્યવસ્થા જણાવીને ચૈત્યના પૂજારી વગેરે પાસે ચડાવરાવવું. જો એમ બની શકે તેમ ન હોય તો બધાની આગળ “આ ગૃહમંદિરમાં ચડાવેલ ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ વગેરે છે, મારા પોતાના નવા દ્રવ્યથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગ નથી’ ઇત્યાદિ સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહીં તો લોકમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાથી પોતાને દોષ લાગે..
જો દેવદ્રવ્ય બનેલ ચીજથી પૂજા કરવામાં દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગતો હોત તો, લોકમાં ઉક્ત રીતે જાહેરાત કરવા છતાં પણ, એ ચીજનું