________________
૨o૧
પરિશિષ્ટ-૨ કે “જ'કાર દેવદ્રવ્ય વગેરે સ્વરૂપ બધા પ્રકારના પર-દ્રવ્યથી જિનપૂજાનો નિષેધ જણાવે છે.
ઉત્તર : ના, એક પણ શાસ્ત્રપાઠની ઉપેક્ષા કરી ન શકાય. પણ એ શાસ્ત્ર પાઠને જો પૂરેપૂરો જોવામાં આવે તો કોઈ વિરોધ કે કોઈ પ્રશ્ન જ ઊભા રહેતા નથી. શંકા તો એ પડે છે કે ‘ભોળા લોકોને ઊંધે માર્ગે ચડાવવા માટે જ શું અધૂરો શાસ્ત્રપાઠ રજૂ કરાયો છે ?” આવી શંકા એટલા માટે પડે છે કે એ આખા પાઠને જોતાંની સાથે જ “સર્વ પ્રકારના પરદ્રવ્યનો વ્યવચ્છેદ કરવા માટે પ્રસ્તુત પાઠમાં ‘’ કાર વપરાયો છે' એવી શંકા પણ ઊભી રહી શકતી નથી. જુઓ એ પાઠ
(એલ) શ્રાદ્ધવિધિ (પૃ. ૮૦). દ્રવ્યસપ્તતિકા (પૃ. ૧૪)
देवगृहे देवपूजापि स्वद्रव्येणैव यथाशक्ति कार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रयोत्थद्रव्येण, देवसत्कपुष्यादिना वा, प्रागुक्तदोषात्।
અર્થ : દેવમંદિરમાં (સંઘના મુખ્ય મંદિરમાં) દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. નહીં કે પોતાના ગૃહમંદિરમાં મૂકેલા નૈવેદ્ય વગેરેને વેચીને પ્રાપ્ત થયેલ પૈસાથી કે ભગવાનને ચઢાવેલાં ફૂલ વગેરેથી, કેમ કે એવું કરવામાં પૂર્વોક્તદોષ લાગે છે. - આ જ ગ્રંથાધિકારમાં, લોકમાં ફોગટ પોતાની પ્રશંસા વગેરે થવાથી પોતાને દોષ લાગવાનું પૂર્વે જણાવેલ છે. એટલે પૂર્વોક્તદોષ તરીકે એ દોષ વિવક્ષિત છે. એ (પોતાના ઘરદેરાસરનાં) નૈવેદ્ય વગેરે વેચીને પ્રાપ્ત થયેલ દ્રવ્ય કે જે દેવદ્રવ્ય છે, તેનાથી મોટા દેરાસરમાં ભગવાનની ભક્તિ કરે, તો, લોકોને તો એ ખબર ન હોવાથી પ્રશંસા કરે કે “આ શ્રાવક કેવા ભક્તિવાળા છે, સ્વદ્રવ્યનો કેટલો બધો વ્યય કરીને ભગવાનની સુંદર ભક્તિ કરે છે ?” ઇત્યાદિ, તો શ્રાવકને વૃથા પ્રશંસાદિથી એ દોષ લાગે તે સ્પષ્ટ છે.
આ ગ્રંથાધિકાર પરથી નીચેની વાતો ફલિત થાય છે
(૧) આ પાઠ સ્વદ્રવ્યથી જ પૂજા કરવાનું જે વિધાન કરે છે તે ગૃહમંદિરવાળા શ્રાવકોને મોટા દેરાસરમાં કરવાની પૂજા અંગે છે, પણ સામાન્યથી બધા શ્રાવકો સંઘમંદિર આદિમાં જે પૂજા કરે છે એને અંગે નથી. આ સિવાય બીજો કોઈ પાઠ તો મળતો નથી. તેથી વ્યાપક રીતે