________________
ધાર્મિક વહીવટ વિચાર
સ્યાદ્વાદના વિરોધીઓની સઘળી વાતો ‘માતા મે વન્ધ્યા' આદિ જેવી જ હોય છે. એવાઓ સન્માર્ગના નાશક અને ઉન્માર્ગના પ્રચારક બને એમાં કોઈ પણ સુંદરબુદ્ધિના ધરનારને તો આશંકા જ નથી હોતી..’
અને ખરેખર, ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરાય, પરદ્રવ્યથી કરવામાં પોતાને કાંઈ લાભ થાય નહીં' ઇત્યાદિ એકાંતવાદ પકડનારને આવા દોષ લાગુ પડી જ જાય છે. ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ થાય’ ઇત્યાદિ કહેનારા પાછા એમ પણ કહે છે કે “સાધુના અગ્નિસંસ્કારની ઊપજમાંથી પૂજામહોત્સવાદિ કરી શકાય.' આ શું પોતાના જ વચનને પોતાના જ અન્ય વચનથી હણવાનું નથી ?
આ એકાંતવાદ પકડનાર વર્ગને માન્ય સ્વ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મહારાજે પણ જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૩ના ‘કલ્યાણ’ના અંકમાં પ્રશ્નોત્તર
Tamsini/s
3gpradhan.com
૨૦૦
‘સુખી શ્રાવકોએ અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા જિનભક્તિ નિમિત્તે જે આચરણ કરાયું હોય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય; જેમ અષ્ટપ્રકારી પૂજા નિમિત્તે બોલાતી ઉછામણી અથવા સ્વપ્નબોલી. આ દ્રવ્ય જિનેશ્વરદેવની ભક્તિના સર્વકાર્યમાં વપરાય.’
શું કેસર-સુખડ પૂજા વગેરે જિનેશ્વરદેવની ભક્તિનું કાર્ય નથી કે જેથી એમાં દેવદ્રવ્ય વાપરી ન શકાય ?
‘વિજયપ્રસ્થાન ’નામના પુસ્તકમાં ખુદ પૂ. આ. શ્રી. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજે પણ પોતાનો આ જ અભિપ્રાય આપ્યો છે કે, ‘દેવદ્રવ્યથી જિનભક્તિ કરવા માટે જિનભક્તિનાં ઉપકરણો માટે વાપરી શકાય છે.’
મૂળ વાત એ છે કે ‘જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરાય' એવું ઉક્ત વચન પકડી લેવું એ શાસ્ત્રાનુસારી નથી. કિંતુ અનેક શાસ્ત્રોથી તેમજ ખુદ એ દ્રવ્યસપ્તતિકા અને શ્રાદ્ધવિધિશાસ્ત્રનાં જ અન્ય વચનોથી પણ વિરુદ્ધ છે. કારણ કે એ બે ગ્રંથમાં પણ (ડી) અને (એફ) માં દર્શાવેલા શાસ્ત્રપાઠ દ્વારા દેવદ્રવ્યમાંથી પૂજા આદિ થાય છે એ ફલિત કરેલું છે. પ્રશ્ન : પણ તો પછી ‘દેવમંદિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી' એવું ‘જ’કાર સહિત જણાવતો દ્રવ્યસપ્તતિકાશ્રાદ્ધવિધિમાં જે પાઠ છે એની તરફ શુ આંખમીંચામણા કરવાં ? કેમ