________________
પરિશિષ્ટ-૨
૨૦૭ એ સ્વયં પૂજા કરી શકે. ‘પોતે લાવેલાં પુષ્પોનો હાર બનાવી પોતે જ એ પ્રભુને ચડાવવો’ એવા ભાવોલ્લાસવાળો અન્ય શ્રાવક ફૂલો લઈને આવેલો છે. એટલે, નિર્ધન શ્રાવક પોતે પણ ચડાવી શકે એ માટે પુષ્પાદિ સામગ્રી ઉપલબ્ધ નથી. તેમ છતાં એને પણ કંઈક લાભ મળી જાય એ માટે પુખ ગૂંથવાં વગેરેનું વિધાન એ અધિકારમાં કર્યું છે. વળી આ વિધાન, શ્રાવકના કાયયોગને પ્રભુભક્તિનું કાર્ય કરવા દ્વારા સફળ કરવા માટે કર્યું છે. ભલે ધનથી એ શ્રાવક લાભ નથી લઈ શકતો, તનથી તો લે....એ ગણતરીથી. આ પુષ્પ ગૂંથવાં વગેરેમાં એને જેમ પ્રભુભક્તિનો દ્રવ્યસ્તવ(પ્રભુપૂજા)નો લાભ મળે છે, એમ કોઈ શ્રાવક આ નિર્ધન શ્રાવકને બે ચાર ફૂલો આપીને કહે છે “લ્યો આ ફૂલો ચડાવો’ તો શું એ ચડાવવામાં એનો કાયયોગ સફળ ન થાય ? કોઈનાં ફૂલ ગૂંથવામાં પ્રભુભક્તિના ભાવો અનુભવાય અને કોઈનાં ફૂલ પ્રભુજીને ચડાવવામાં ભક્તિના ભાવો ન અનુભવાય એવું માનવામાં કોઈ જ પ્રમાણ નથી. ઉપરથી એ રીતે પોતાને ફૂલ ચડાવવા મળે” વગેરેમાં શ્રાવકને વધુ ભાવોલ્લાસ પ્રગટે છે એવું જ લગભગ જોવા મળે છે. તેથી આ શાસ્ત્રપાઠ, પોતાની શક્તિ ન હોય તો બીજાનાં ફૂલો ગૂંથી આપવાં પણ પોતે પ્રભુજીને ચડાવી પ્રભુપૂજા ન કરવી” એવું જણાવનારો નથી, કિન્તુ ‘જ્યારે પ્રભુજીને ચડાવવા માટે પોતાને પુષ્પ વગેરે મળી શકે એમ ન હોય ત્યારે પણ અન્યનાં પુષ્પો ગુંથી આપવાં વગેરે દ્વારા શારીરિક પ્રવૃત્તિથી તો પ્રભુભક્તિનો લાભ લેવો જ” એવું જણાવનારો છે એમ માનવું એ પૂર્વાપર અવિરુદ્ધ, શાસ્ત્રાનુસારી યોગ્ય અર્થઘટન છે.
એટલે જ અત્યંકર શ્રેષ્ઠીના નોકરના દૃષ્ટાન્ત પરથી “સ્વદ્રવ્યથી જિનપૂજા કરવામાં જ લાભ થાય.' એવો નિયમ બાંધવાની ઉતાવળ ને કરવી જોઈએ. ભગવાનના સર્વજનહિતકર શાસનમાં અનેક પ્રકારનાં અનેકવિધ અનુષ્ઠાનો બતાવ્યાં છે. કો'કને અમુકે પ્રકારના અનુષ્ઠાનથી ભાવોલ્લાસ પ્રગટવા દ્વારા લાભ થાય તો કો'કને બીજા પ્રકારના અનુષ્ઠાનથી થાય, એટલે એકને થઈ ગયેલ લાભથી બધાએ એ જ પ્રકારનું અનુષ્ઠાન કરવું જોઈએ એવો નિયમ ન બાંધી દેવાય. અન્યથા, પરદ્રવ્યથી સુકૃત કરવામાં કંઈ લાભ જ ન થાય એવું માનવું પડવાથી અન્ય શાસ્ત્રપ્રસિદ્ધ દૃષ્ટાંત અસંગત થઈ જવાનો મોટો દોષ ઊભો થાય. મૂલશુદ્ધિ પ્રકરણમાં ધા.વ.૧૪