________________
૨૦૬
ધાર્મિક વહીવટ વિચાર ગ્રંથોના ગ્રંથકારોએ સામાન્યથી જ દેવદ્રવ્યમાંથી જિનપૂજા, જીર્ણોદ્ધાર વગેરે કાર્યો કરવાનું એકમતે વિધાન કર્યું છે. વળી આમાંના કોઈ પણ શાસ્ત્રમાં દેવદ્રવ્યનો જિનપૂજામાં ઉપયોગ કરવાનું જે જણાવ્યું છે તે અપવાદિકપદે કારણિક રીતે જણાવ્યું નથી. પણ જીર્ણોદ્ધારની સાથે સાથે જ મુખ્યપદે જ (ઉત્સર્ગપદે જ) એનાથી જિનપૂજા કરવાનું વિધાન કર્યું છે એ પણ નોંધનીય છે.
અલબત્ત, આનો અર્થ કાંઈ એવો કરવાનો નથી કે ‘જિનપૂજા દેવદ્રવ્યથી જ કરવાની હોય છે, કારણ કે શ્રાવક સ્વદ્રવ્યથી જિનપૂજા કરે તો એમાં એને વધારે લાભ થઈ શકે છે. પોતાનાં મન-વચન અને કાયાને પ્રભુભક્તિમાં જોડવાથી જે લાભ મળે એના કરતાં એ ત્રણની સાથે પોતાના ધનને પણ પ્રભુભક્તિમાં જોડે એનાથી ઘણો જ વધુ લાભ મળે એ સ્પષ્ટ જ છે. એટલે શ્રાવકોએ તો યથાશક્તિ સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાની છે જ, પણ દેવદ્રવ્ય જો ઉપલબ્ધ હોય તો, યોગ્ય રીતે, તેમાંથી પણ, એ સ્વદ્રવ્યકૃત પ્રભુભક્તિની ઉપરાંત પણ પ્રભુજીની વધુ વિશિષ્ટ ભક્તિ કરવી જ જોઈએ, અને સ્વદ્રવ્યકત તે શક્ય ન હોય તો દેવદ્રવ્યમાંથી પણ તે કરવી જ જોઈએ, કેમ કે પ્રભુભક્તિ વધુ ને વધુ થાય એ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં આવે છે, એવો ઉપરોક્ત શાસ્ત્રપાઠોનો અભિપ્રાય છે.
તેથી, દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરવી એ શાસ્ત્રવિરુદ્ધ નથી એ સિદ્ધ થાય છે.
(૨) જ્યારે આટલા બધા શાસ્ત્રપાઠો એકી અવાજે દેવદ્રવ્યમાંથી પણ જિનપૂજા કરવાનું સ્પષ્ટ જણાવે છે ત્યારે શ્રાદ્ધદિનકૃત્ય અને શ્રાદ્ધવિધિના નિર્ધન શ્રાવક અંગેના પાઠ પરથી ‘શક્તિ ન હોય તો શરીરથી થાય એવું અન્ય દેરાસર સંબંધી કાર્ય કરવું પણ પર-દ્રવ્યથી (કે દેવદ્રવ્યથી) જિનપૂજા ન કરવી” આવો ઉપલકિયો અર્થ કરી લેવો એ આત્મઘાતક નીવડનારો શું નહીં બને ?
ખરેખર તો, એ પાઠમાં પુષ્માદિ સામગ્રીનો અભાવ હોવાથી અન્યકાર્ય કરવાનું કહ્યું છે. સ્વદ્રવ્યનો અભાવ હોવા માત્રથી અન્ય કાર્ય કરવાનું નથી કહ્યું. એટલે કે સ્વદ્રવ્યથી પુષ્માદિ લાવવાની શક્યતા નથી, સંઘ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પણ પુષ્યાદિની વ્યવસ્થા છે નહીં, જેનાથી