________________
૨૦૮
ધાર્મિક વહીવટ વિચાર પૃ. ૨૦૩ થી ૨૦૯માં જે દ્રોણકાખ્યાન આપેલું છે એમાં આવે છે કે ‘જ્યારે ચાર મિત્રો પોતાના ભોજનદ્રવ્ય વડે પોતાના નોકર દ્રોણકને સાધુઓને ભિક્ષાદાન આપવા જણાવે છે ત્યારે દ્રોણક અત્યંત ભક્તિ-શ્રદ્ધા ભરપૂર દિલે રોમાંચિત થઈને વહોરાવે છે. આ દાનના પ્રભાવે એ કરદેશમાં રાજપુરનગરમાં કુરુચંદ્ર નામે રાજપુત્ર બને છે, અને ભવિષ્યમાં રાજા થાય છે. જ્યારે સ્વદ્રવ્યનું દાન કરાવવાના પ્રભાવે એ ચાર મિત્રોમાંથી બે શ્રેષ્ઠીપુત્ર થાય છે અને બે શ્રેષ્ઠી પુત્રીઓ થાય છે. પર્યન્ત રાજા અને એ ચારેય દીક્ષા લઈ સગતિમાં જાય છે અને ક્રમશઃ મોક્ષે જશે એમ એ દૃષ્ટાંતમાં આવે છે. પરદ્રવ્યથી કરેલા સુકૃતનો લાભ ન મળતો હોત તો દ્રોણકને એ દાનથી રાજ્ય, સદ્ગતિ અને પરંપરાએ મોક્ષ ન મળત.
મુખ્ય વાત એ છે કે, પ્રભુભક્તિ વગેરે કરવાની બુદ્ધિ, ભક્તિસભરદિલ વગેરે મહત્ત્વનાં છે. આ દેવ-ગુરુ વગેરેની ભક્તિનાં અનુષ્ઠાનો પરદ્રવ્યથી કરવા માટે પણ એ માટેની શુભ લાગણીઓ જોઈએ છે. એ જેમ-જેમ વધુ પ્રગટતી જાય છે એમ વધુ ને વધુ લાભ થતો જાય છે. છેવટે તો, દ્રવ્ય કરતાં પણ ભાવ જ વધુ મહત્ત્વના છે. ‘દ્રવ્ય વિના ભાવ પ્રગટી જ ન શકે એ માન્યતા શ્વેતાંબરોની નથી. દિગંબરોની છે એ ખ્યાલમાં રાખવું જોઈએ. અન્યના દ્રવ્યથી સદ્અનુષ્ઠાન કરનારને જો કાંઈ લાભ જ થતો ન હોય તો, તેઓના ભાવને અનુસરીને પણ લાભમાં તરતમતાનો કોઈ ફેર પડવો ન જોઈએ, કેમ કે લાભ જ થતો નથી. શ્રાવકોના કેટલાક નોકરો સાધુઓને પોતાના દિલના ખૂબ ભક્તિભાવથી વહોરાવતા હોય છે જ્યારે કેટલાક નોકરો પોતાની નોકરી છે એમ સમજીને સામાન્ય રીતે વહોરાવે છે, બંને વહોરાવે તો શેઠનું જ દ્રવ્ય છે, શું તેઓને લાભમાં ફેર નહીં પડવાનો ? પરદ્રવ્યથી થયેલ ક્રિયાથી કોઈ જ લાભ ન થતો હોય તો કપિલદાસી બીજી દાસીઓ કરતાં દાન દેવાની બાબતમાં જુદી ન પડત, અને તો પછી વિશેષ પ્રકારે એનો જ જે ઉલ્લેખ થયો છે તે ન થાત.'
જે પોતાના ખર્ચે તીર્થયાત્રા કરી શકે એમ નથી એવા શ્રાવકને અન્ય કોઈ સંપન્ન શ્રાવક યાત્રા કરાવે તો નિર્ધન શ્રાવક ખૂબ જ હર્ષથી તીર્થયાત્રા કરે છે, એમ કોઈ સંપન્ન શ્રાવક પાલીતાણા શ્રી આદીશ્વર