________________
ધાર્મિક વહીવટ વિચાર
આવી કરુણા કરાશે તો વિકસેલો તે કરુણા ગુણ ગર્ભપાત, છૂટાછેડા, નોકરોનું શોષણ, મા-બાપને ત્રાસ વગેરે દોષોનું સેવન નહિ થવા દે. ગુડ્ડા-હિંસા એ સૌથી ઉત્કૃષ્ટ હિંસા છે. નાનકડી પણ પ્રાણી-દયા એ ગુણ-હિંસાને રોકે છે. આ જ પ્રાણીદયાનો નક્કર ફાયદો છે.
જૈન ધર્મના કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં અનુકંપા જોડવી જોઈએ. આથી અજૈન લોકોને જૈન ધર્મ ઉપર માન જાગે છે. જૈન ધર્મની પ્રશંસા એ તેમને આગામી ભવમાં જૈનકુળે જન્મ આપનારી બને છે. આ રીતે વગર વટાળ પ્રવૃત્તિએ જૈનોની સંખ્યા ખૂબ વધતી રહે છે.
કુલ ખર્ચના હિસાબે અનુકંપા માટે યોગ્ય રકમ ફાળવવી જોઈએ. જૈનધર્મની નિન્દા ન થાય તે માટે પણ જૈનોએ પોતાનું ઔચિત્ય સમજીને પણ અનુકંપાનાં જ તે કાર્યો કરતા રહેવાં જોઈએ. ગરીબો માટે ઉનાળે છાશકેન્દ્ર, શિયાળે ધાબળા-વિતરણ, પોલીઓ કેમ્પ, જયપુર ફુટકેમ્પ, નેત્રયજ્ઞ, ખીચડીઘર, સસ્તા અનાજની દુકાનો, મફત અનાજ વિતરણ,
સ્કૂલનાં પુસ્તકો વગેરેનું વિતરણ, મફતમાં ઘરોનું દાન, ધંધાની વ્યવસ્થા, પર્વ દિવસોએ લાપસી વગેરેનું મિષ્ટ ભોજન અથવા અનાથાશ્રમ આદિમાં ભોજન-દાન વગેરે ઘણાંબધા અનુકંપા કાર્યો કરી શકાય.
४८
બેશક, ગરીબીનાં કારણોને જ દૂર કરવાં એ સૌથી મોટી અને સાચી અનુકંપા છે. ઉપર્યુક્ત અનુકંપા તો ગરીબીનાં કારણો દૂર કરવા તરફની ઉપેક્ષાવાળી હોય તો માત્ર મલમ પટ્ટારૂપ બની રહે છે. છતાં તે વાત મનમાં જીવંત રાખીને આ કામ કરવું, કેમ કે સ્કૂલબુદ્ધિના જીવો તો તત્કાળ દયાને ઇચ્છતા હોય છે, એટલે તેમ કર્યા વિના પણ છૂટકો નથી. બાકી શક્તિમાન જૈનોએ તો ગરીબી, બેકારી, બીમારી અને મોંઘવારીના કારણરૂપ યન્ત્રવાદ, મૅકૉલે-શિક્ષણ, હૂંડિયામણનો હડકવા વગેરેને દૂર કરવા તરફ લક્ષ આપવું જોઈએ. આ વસ્તુઓએ સમગ્ર ભારતીય પ્રજાને બીમાર, બિસ્માર, ભિખારી, માંદી અને સત્ત્વહીન બનાવી દીધી છે. આ ચીજો જો દૂર નહિ થાય તો કેટલાક ગરીબોને અન્નદાન, ઔષધદાન, ધનદાન વગેરે હાસ્યાસ્પદ બની જાય છે. આમ છતાં તે કર્યા વિના છૂટકો નથી. એટલે કુવૃષ્ટિન્યાયે આ કામ કરવું. અન્યથા જૈન ધર્મની ભારે નિંદા થશે. આ નિંદાને બહુ મોટું પાપ જ્ઞાનીઓએ કહ્યું છે. ગૂમડાંના