________________
ધાર્મિક વહીવટ વિચાર
૪૭
અનુકંપા ખાતું (૧૩) દીન, દુઃખી અજૈન લોકોની દ્રવ્યદયા કે ભાવદયા કરવા માટે જે દાન રૂપે રકમ પ્રાપ્ત થાય તે આ ખાતે વપરાય.
અનુકંપાની આ રકમ તેની નીચેના જીવદયાના ખાતે વાપરી શકાય પરંતુ બીજે ક્યાંય પણ ઉપરના કોઈ ખાતે વાપરી શકાય નહિ.
જૈન સાધર્મિકો તે ભક્તિનું પાત્ર કહેવાય, જ્યારે અજૈન લોકો અનુકંપાનું પાત્ર કહેવાય. ભક્તિને પાત્ર જીવની અનુકંપા ન કરાય; અનુકંપાને પાત્ર જીવની ભક્તિ ન કરાય.
અજૈન પંડિતો વગેરેની અનુકંપા ન થાય, ભક્તિ પણ ન થાય પરંતુ ઔચિત્ય કરાય : તે યથાયોગ્ય કરવું જોઈએ, પુરસ્કાર પણ આપી શકાય.
- દરેક સ્થળે શુભ અનુબંધનો વિચાર કરવો. જો તેમાં ગોઠવાતું હોય તો જ અનુકંપા કરવી કે ભક્તિ કરવી જોઈએ. અન્યથા ન છૂટકે ઔચિત્યથી પતાવવું જોઈએ. આજની હોસ્પિટલો અને સ્કૂલ તન, મનનું ધોવાણ કરનારી છે. ત્યાં ગર્ભાધાન અને ગર્ભપાત પણ થતા હોય છે. ત્યાં વિકૃતિઓનુંઈંડા, માછલાંનાં પ્રોટીન, વિટામિનોનું શિક્ષણ અપાય છે. તેનું બજાર તૈયાર કરાય છે. ત્યાં ધર્મને તો સ્થાન જ નથી. | દીન, દુઃખિત એવા અજૈન લોકો પ્રત્યે કરુણા દાખવવી તે અનુકંપા છે. જૈન ધર્મ અનુકંપા-દાનના ક્યાંય નિષેધ કર્યો નથી. મરવા પડેલા કસાઈની પણ જો થઈ શકતી હોય તો અનુકંપા કરવી જોઈએ. ‘જીવતો થઈને તે પશુઓ કાપશે માટે તેને મરવા દો !” તેવો વિચાર જૈનથી ન થાય. તેને જીવતો રાખીને-ઉપકારથી નીચે દબાયા બાદ- તે ધંધો છોડવાનું ક્યાં નથી સમજાવી શકાતું ?
વર્તમાનકાળમાં માનવસર્જિત ગરીબી બેફામ રીતે વ્યાપી ચૂકી છે. આભ ફાટ્યું છે. કેટલાની અનુકંપા કરશું ?” એમ નહિ વિચારવું. ડૂબતા પચાસ માણસોમાંથી તરવૈયો જેટલાને બચાવી શકે તે લાભમાં... બધાને તો બચાવી શકાય તેમ નથી જ. અનુકંપા બીજાને બચાવવા કરતાં પોતાના કરુણા” નામના ગુણને બચાવવા માટે કરવાની છે. એક જગાએ પણ