________________
પરિશિષ્ટ૩
૨૩૯
રેવસપુખવિના વા, પ્રતિલોપાત) એ રીતે સ્વદ્રવ્ય વડે પૂજા ન કરનારને અનાદર અવજ્ઞાદિ દોષ કહ્યો છે તે ગૃહત્યના દ્રવ્યથી ગૃહત્ય કે સંઘચૈત્યની પૂજા કરનાર માટે હોય તેમ જણાય છે.
શ્રાદ્ધવિધિ પૃ. ૭૯ ની ૧ લીટી ઉપર “મતો ટેવવી તૈT 1 वाच्यन्ते ।...... देवश्रीखण्डेन तिलकं न क्रियते स्वललाटादौ । देवजलेन Bર પ્રક્ષાલ્યૌ " વગેરે પૂજા નિમિત્ત સિવાય હોય એમ લાગે છે. પૂજા નિમિત્તે હાથ ધોવા કે તિલક કરવામાં દોષ સંભવતો નથી. કારણ કે અત્યારે તે પ્રમાણે થાય છે અને તેમાં ભક્તિ વિશેષ અનુભવાય છે. દોષ રૂ૫ ભાસ થતો નથી. પત્રમાં જણાવાયેલી આ વાત ઊંટડીના પ્રસંગમાં આવેલી છે. (શ્રાદ્ધવિધિ પૃ. ૧૭૩) ત્યાં દેવદ્રવ્યનો સ્વકાર્યમાં ઉપભોગ કરનાર આત્મા ઊંટડી થયાનું જણાવીને દેરાસરમાં પ્રવેશતી વખતના કેસર અને જળ જો દેરાસરમાં પ્રવેશવા આદિ માટે જ વપરાય તો વાંધો નથી. ” પરંતુ જો સ્વકાર્ય માટે તે વપરાય તો વાંધો છે એમ કહેવાનું અહીં તાત્પર્ય છે.
વિશેષમાં દ્રવ્યસપ્તતિકા પૃ. ૧૫ ઉપર “યથાસંભવદ્વદ્વિસંવંધ गृहाद् क्षेत्रवाटिका पाषाणे.....श्रीखंण्डकेसरभोगपुष्यादि....स्वपरकायें किमपि
થાપાઈ રેવદ્રવ્યવત્ તદુપોના દુત્વાન્ " એ પ્રમાણે લખેલું છે તેથી સ્વપર ગૃહકાર્ય માટે નિષેધ સમજાય છે. દેવકાર્ય માટે નિષેધ નહિ પણ વિધાન હોય તો જ તેમ લખી શકાય. ખંભાતના નિર્ણયમાં ‘જિનપ્રતિમાની નિયમિત પૂજા થવા માટે, પૂજાનાં ઉપકરણો સમારવા માટે તેમ જ નવાં કરવા માટે વગેરે સ્પષ્ટ લખેલું છે. તથા દેવદ્રવ્યનું સંરક્ષણ અને વૃદ્ધિ દેવાધિદેવ પરમાત્માની ભક્તિ નિમિત્તે જ કરવામાં આવે છે એમ જણાવ્યું છે. હવે પૂજા માટે સાત પ્રકારની શુદ્ધિમાં “ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા” વગેરે આવે છે, તેમાં ન્યાયપાર્જિત વિત્ત વડે અષ્ટપ્રકારી આદિ પૂજા કરવી એમ જણાવેલું છે. ૯ મા ષોડશકમાં લો. ૪ તથા લો. ૯ માં એ વાત જણાવી છે. યોગશાસ્ત્ર પ્રકાશ ૩. શ્લો. ૧૧૯ ની ટીકામાં પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, ફૂલ, નૈવેદ્ય, ધૃત વગેરે વડે જિનપૂજા કરનાર ગૃહસ્થોને પરમપદની પ્રાપ્તિ બતાવી છે. “પંચકોડીના ફૂલડે' વગેરે ઉક્તિઓ પણ સ્વલ્પ એવા સ્વદ્રવ્ય વડે થયેલી પૂજાની મહત્તા બતાવે