________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
પરન્તુ આ તો આભ ફાટયું છે. આજની ગરીબી માનવસર્જિત છે : કૃત્રિમ છે. કેટલાક લોકોના ફાયદામાં આ ગરીબી બની ગઈ છે. એટલે ઉત્તરોત્તર ગરીબી વધતી જાય છે. મોંઘવારી, બેકારી અને બીમારીના ચક્કરમાં ફસાયેલી એંસી ટકાની ભારતીય પ્રજા સ્મશાન તરફ ધસી રહી છે. દરેક કોમ પોતાની કોમના ભાઈઓ માટે ઘણું કામ કરે છે. જૈન કોમ પણ તેમાં છે પાછી પડતી નથી.
૧૨૧
નીચલા વર્ગના લોકો ગરીબીને મારી હઠાવવા માટે સામૂહિક રીતે પ્રયત્ન કરીને થોડીક સફળતા મેળવે છે. ઘરના બધા માણસો કામ કરે છે. જૈનોમાં આ સ્થિતિ ન હોવાથી બધો બોજ એકાદ બે માણસોના માથે પડી જાય છે. ખૂબ શ્રીમંતોને વાંધો નથી. અને સાવ નીચલા વર્ગને પણ હજી વાંધો આવવાનો નથી. પરન્તુ મધ્યમવર્ગના ગણાતા જૈનોની
હાલત ઉત્તરોત્તર બગડતીન જૂવાની. કરીને ભોજન વગેરેના પ્રશ્ન
પ્રશ્નોને
તો હલ કરી શકે છે. બે પૈસા બચાવે પણ છે. પરન્તુ કુટુંબમાં ચાલુ રહેતી માંદગીઓ તેમની બચતને ધોઈ નાંખીને દેવાનો ડુંગર ખડકી નાંખે છે.
આ સિવાય શાળાનાં પુસ્તકો અને ફીનો બોજ તથા અવારનવાર થતાં લગ્નાદિકના વ્યવહારો પણ તેમને ખૂબ પરેશાન કરે છે.
જૈનકોમના વિશિષ્ટ દાતાઓને મારી ખાસ ભલામણ છે કે તેઓ હજી વધુ ધન સાધર્મિકો તરફ આપે. દરેક ગામમાં તેમના માટે અનાજ, તેલ, ગોળના વેચાણની વ્યવસ્થા થાય અને આરોગ્યની બાબતમાં બધી સહાય અપાય તથા તેમના જીવનવિકાસની બાબતમાં નોટો, પુસ્તકો વગેરે વિના મૂલ્યે અપાય તે ખૂબ જરૂરી છે.
જ્યારે શાસ્ત્રકારોએ જ સાધર્મિક ભક્તિના ધર્મને ટોચની અગ્રિમતા આપી છે ત્યારે હાલની તેમની વિષમ સ્થિતિ જોઈને એવું કહેવાનું મન થાય છે કે બીજું કેટલુંક ગૌણ કરીને પણ આ ક્ષેત્રને જ વધુ પ્રાધાન્ય આપવું જોઈએ.
કલિકાલસર્વજ્ઞ ભગવંતે પોતાના પરમભક્ત રાજવી કુમારપાળની આ વિષયમાં ઉગ્ર બનીને આંખ ઉઘાડી હતી. તેમને આ કર્તવ્યનું સજ્જડ