________________
૨૨૫
પરિશિષ્ટ-૨ આપેલી છે એ પણ આ દેખીતા વિરોધના શમન માટે જ છે એવું સૂચન પણ એમણે જ સ્વયં અન્યથા શ્રાદ્ધનીતત્પત્તિઃ વિતે કહેવા દ્વારા કરી દીધું છે. - પ્રશ્ન - જો વિભાજક ઉપાધિ ભોગાહિત્ય અને પૂજાહત્વ નથી તો કયા ધર્મો છે ?
ઉત્તર - કદાચિત્કત્વ અને અકાદાચિત્કત્વ યા તો ઔત્સર્ગિકત્વ અને આપવાદિકત્વ યા તો આવા જ કોઈ બે ધર્મો અહીં વિભાજક ઉપાધિ છે એવું માનવાની જરૂર છે.
પ્રશ્ન - આવું માનવામાં કોઈ આધાર છે ?
ઉત્તર - હા, વૃત્તિકારનાં પોતાના વચનો આધાર છે. કનકાદો શબ્દનું એમણે સ્વયં જે વિવરણ કર્યું છે એના પર ઊહાપોહ કરવાથી આ સમજાય છે. તે આ રીતે ‘આશા વસ્ત્રાવી ને 1 પરિક્ત સત..' આમ સીધું ન કહી દેતાં ‘નેવાલી ' એટલું કહ્યા બાદ એમણે એનું ‘ધર્મલાપ' ઇત્યાદિ વિવરણ કર્યું છે. અહીં વિશેષતા એ જોવાની છે કે ‘માશબ્દથી વસ્ત્રાદિના ગ્રહણનું સૂચન કર્યું હોવા છતાં એના માટે કોઈ વિવરણ ન કર્યું, અને કનકાદિના ગ્રહણનું સૂચન કર્યું, તેમજ એના માટે વિવરણ કરવું પણ જરૂરી માની વિવરણ કર્યું. આનું કારણ સ્પષ્ટ છે કે, ‘માઃિ' શબ્દથી કનકાદિનો ગુરુદ્રવ્યમાં સમાવેશ કરવાનું પોતે સૂચન કરશે એટલે તરત કોઈ પ્રશ્ન ઉઠાવશે કે સુવર્ણાદિ દ્રવ્ય તો યતિસત્ક (સાધુસંબંધી) હોવું શી રીતે સંભવે ? જ્યારે વસ્ત્રાદિનો સમાવેશ કરવાનું પોતે સૂચન કરશે ત્યારે કોઈ આવો પ્રશ્ન ઉઠાવશે નહીં. આવું વૃત્તિકારના મનમાં રહેલું છે. “એટલે સુવર્ણાદિ દ્રવ્ય તો યતિસત્ય હોવા શી રીતે સંભવે ?” એવા સંભવિત પ્રશ્નનો પ્રશ્નકારને વૃત્તિકારે વિવરણ દ્વારા ત્યાં જ જવાબ આપી દીધો છે કે “ભઈલા ! તારી વાત બરાબર છે, સામાન્યથી તો સુવર્ણાદિ યતિસલ્ક હોવાં સંભવતાં નથી. પણ ક્યારેક (વાવ) શ્રીસિદ્ધસેનદિવાકર સૂરિ મ. ના જેવા પ્રસંગમાં એ સંભવે છે.” વસ્ત્રાદિ માટે આવા કોઈ વિવરણની એમને જરૂર નથી જણાઈ. એ જણાવે છે કે વસ્ત્રાદિ યતિસલ્ક હોવાં એ એમને સ્વાભાવિક-સાહજિક અકાદાચિત્ક લાગે છે. જ્યારે સુવર્ણાદિ તેવાં સ્વાભાવિક નથી લાગતાં. માટે સુવર્ણાદિ કાદાચિક હોઈ એના વિષે સ્પષ્ટ વિવરણ કરવાનું જરૂરી બની ગયું.