________________
પરિશિષ્ટ - ૨
દેવદ્રવ્ય અંગેના ઠરાવ પર ચિંતન
- ગણિ શ્રી અભયશેખરવિજયજી વિક્રમ સંવત ૨૦૪૪ માં અમદાવાદમાં થયેલા મુનિસંમેલનમાં ઉપર મુજબનો ઠરાવ થયો. તથાવિધ પરિસ્થિતિમાં, સ્વપ્ન વગેરેની ઉછામણીનું દ્રવ્ય કે જે દેવદ્રવ્ય તરીકે પ્રસિદ્ધ છે તેમાંથી પણ કેસર-સુખડ વગેરે સામગ્રીનું સંપાદન કરવાની આ ઠરાવમાં છૂટ આપવામાં આવેલી છે એ સ્પષ્ટ છે. તેથી એક વર્ગને આ ઠરાવ અયોગ્ય-શાસ્ત્રવિરુદ્ધ દેવદ્રવ્યની હાનિ કરનારો લાગે છે. તેઓ મુખ્યતયા નીચેની દલીલો આપે છે.
(૧) “શ્રાદ્ધવિધિ' તથા ‘દ્રવ્યસપ્તતિકા' ગ્રન્થમાં એવો પાઠ 69 } W VUdpradhan.com
देवगृहे देवपूजाऽपि स्वद्रव्येणैव यथाशक्ति कार्या ।
અર્થ : દેવમંદિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી જોઈએ.
આમ, આમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જિનપૂજા એ સ્વદ્રવ્યથી જ કરવાનું અનુષ્ઠાન હોવાથી, દેવદ્રવ્યથી એ કરવું એ શાસ્ત્રવિરુદ્ધ છે.
(૨) શ્રાદ્ધદિનકૃત્ય અને શ્રાદ્ધવિધિમાં નીચેની મતલબનો પાઠ આવે
अनुद्धिप्राप्तस्तु श्राद्ध : स्वगृहे सामायिकं कृत्वा केनापि सह ऋणविवादाद्यभावे ईर्यायामुपयुक्तः साधुवच्चैत्यं याति नैषेधिकीत्रयादि भावपूजानुयायिविधिना । . सच पुष्पादिसामग्यभावात् द्रव्यपूजायामशक्तः सामायिकं पारयित्वा कायेन यदि किञ्चित्पुष्पग्रथनादि कर्त्तव्यं स्यात् तत्करोति ।
અર્થ : નિધન શ્રાવક પોતાના ઘરે સામાયિક લઈને, કોઈની સાથે દેવું વગેરે સંબંધી વિવાદ વગેરે ન હોય તો સાધુની જેમ, ઈર્ષા સમિતિમાં ઉપયુક્ત બની ત્રણ નિસિહી વગેરે ભાવપૂજાનુસારી વિધિના પાલનપૂર્વક દેરાસર જાય. પુષ્પ વગેરે સામગ્રી ન હોવાના કારણે દ્રવ્યપૂજામાં અશક્ત