________________
૧૯૪
ધાર્મિક વહીવટ વિચાર सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-पूजा-सत्कारसंभवः ।
અર્થ : દેવદ્રવ્ય હોય તો દરરોજ ચૈત્યસમારચન-પૂજા-સત્કારનો સંભવ છે.
(F) દ્રવ્યસપ્તતિકા - (પૃ. ૨૫).
सति देवादिद्रव्ये प्रत्यहं चैत्यादिसमारचन-महापूजा-सत्कार सन्मानावष्टंभादिसम्भवात्
અર્થ : દેવદ્રવ્ય વગેરે હોય તો રોજે રોજ ચૈત્યસમારચન મહાપુજા સત્કાર-સન્માનાદિને અવખંભ (=ટેકો - પુષ્ટિ) મળવા સંભવિત બને.
આ ચારેય પાઠોથી એ સ્પષ્ટ જણાય છે કે દેવદ્રવ્યથી જેમ દેરાસરનું સમારકામ (જીર્ણોદ્ધાર) થઈ શકે છે એ જ રીતે ભગવાનની પૂજા વગેરે પણ થઈ શકે છે. જો દેવદ્રવ્યથી પૂજા વગેરે થઈ શકતાં ન હોય તો. દેવદ્રવ્યની વિદ્યમાનતામાં પૂજા વગેરેનો સંભવ બતાવત નહીં. જેમ કે, દેવદ્રવ્યથી ગ્રન્થપ્રકોશન વગેરે થઈ શકતાં ન હોવાથી, ‘દેવદ્રવ્ય હોય તો ગ્રન્થપ્રકાશનાદિ સંભવિત બને.' એમ કહી શકાતું નથી તેમ, દેવદ્રવ્યથી પૂજા વગેરે પણ ન થઈ શકતાં હોય તો “દેવદ્રવ્ય હોય તો પૂજા વગેરે સંભવિત બને.' એમ પણ કહી શકાત નહીં. પણ ઠેર ઠેર ગ્રન્થોમાં એ પ્રમાણે કહેવાયું છે એ જણાવે છે કે “દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે થઈ શકે છે.'
જેમ દેવદ્રવ્યનો દુરુપયોગ ન થાય તેમ તેનો સદુપયોગ કરવો જ જોઈએ. જે દેવકાર્ય હોય તેમાં દેવદ્રવ્ય વાપરવું તે તેનો સદુપયોગ છે. ‘દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી’ એ શાસ્ત્રવાક્યનો અર્થ એવો તો ન જ કરાય કે દેવદ્રવ્યનો સદુપયોગ પણ નહિ કરીને તેની વૃધ્ધિ કરવી.
(G) દર્શનશુદ્ધિ - (પૃ. ૨૫૨)
तथा तेन पूजा-महोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञान-दर्शन-चरित्र गुणाश्च दीप्यन्ते ।
અર્થ : તથા તેનાથી (દેવદ્રવ્યથી) શ્રાવકો પૂજા-મહોત્સવ વગેરે કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો દીપી ઊઠે છે.
આ શાસ્ત્રવચનનો વિચાર કરતાં તો એવું સ્પષ્ટ પ્રતીત થાય છે કે સંપન્નતા ન હોવી વગેરે કારણે જ્યાં સ્વદ્રવ્યથી પૂજા-મહોત્સવાદિ ન