________________
પરિશિષ્ટ-૨
૧૫
થતાં હોય, પણ લાખોનું દેવદ્રવ્ય વિદ્યમાન હોય, તો એ દેવદ્રવ્યથી પણ પૂજા-મહોત્સવાદિ કરવા જોઈએ. ‘દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે થાય નહીં એવું માનીને એ નહીં કરનારા સ્વ-પરના જ્ઞાનાદિ ગુણોની વધુ વિશદતાથી વંચિત રહી જાય છે. અલબત્ત દેવદ્રવ્યને આમાં આડેધડ કાંઈ વાપરી નાંખવાનું નથી, પણ જે રીતે ભાવોલ્લાસવૃદ્ધિ દ્વારા જ્ઞાનાદિ ગુણોનો વધુ ને વધુ વિકાસ થાય એ રીતની યોગ્ય વ્યવસ્થા મુજબ એનો ઉપયોગ કરવો ઘટે.
(H) દ્રવ્યસપ્તતિકા (પૃ. ૨૮)
'चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः, ततः तद्धेतुकप्रमोदप्रभावना प्रवचनवृद्धेरभावः ततो वर्धमानगुणशुद्धे रोधः, ततो मोक्षमार्गव्याघातः, ततो મોતીલાતઃ ' VW અર્થ : ચૈત્યાદિદ્રવ્યનો વિનાશ કરવામાં આવે તો વિવલિત (ગ્રન્થમાં પૂર્વે કહેવાયેલી) પૂજા વગેરે બંધ પડી જાય છે, તે બંધ પડવાથી તેના નિમિત્તે થનાર પ્રમોદ, (શાસન) પ્રભાવના, પ્રવચનવૃદ્ધિ વગેરે અટકી જાય છે. એ અટકવાથી એ પ્રમોદાદિથી જે ગુણોની શુદ્ધિ વધવાની હતી તે રંધાઈ જાય છે, એ રંધાવાથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થવા દ્વારા મોક્ષનો (મોક્ષપ્રાપ્તિનો) વ્યાઘાત થાય છે.
જેમ, દેવદ્રવ્યનો નાશ થવામાં પાઠશાળા વગેરેનો લોપ થતો નથી, કેમ કે દેવદ્રવ્યથી પાઠશાળા ચલાવાતી નથી. એમ જો દેવદ્રવ્યથી પૂજા વગેરે પણ ન થઈ શકતાં હોય તો, દેવદ્રવ્યનો નાશ થવામાં પૂજા વગેરેનો લોપ થવાનું ગ્રન્થકાર કહેતા નહીં. પણ કહ્યું છે, માટે જણાય છે કે દેવદ્રવ્યથી પૂજા વગેરે થઈ શકે છે. વળી જેમ દેવદ્રવ્ય નષ્ટ થવાથી પૂજાદિ ન થવાના કારણે મોક્ષપ્રાપ્તિમાં અંતરાય સુધીના દોષો છે, એમ છતે દેવદ્રવ્ય પણ જો પૂજાદિ ન થતાં હોય તો પણ મોક્ષપ્રાપ્તિમાં અંતરાય સુધીના દોષો ઊભા થાય છે એ સ્પષ્ટ સમજાય છે માટે ઉપરોક્ત દર્શનશુદ્ધિના પાઠ મુજબ જ આ પાઠથી પણ, સંઘકૃત વ્યવસ્થા મુજબ દેવદ્રવ્યાદિનો પૂજા વગેરેમાં ઉપયોગ કરવો ઘટે છે.
(I) વસુદેવહિંડી - (પ્રથમખંડ) जेण चेइयदव्वं विणासि तेण जिणबिम्बपूआदसणआणंदितहिययाणं