________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૫૩ પોતાના શેષ જીવનકાળમાં ધાર્મિક સંસ્થામાં ગોઠવાઈ જવું જોઈએ. જેમ સામાયિક કરવું. માળા ગણવી, યાત્રા કરવી એ ધર્મ છે તેમ ધાર્મિક સંસ્થાનો વહીવટ સંભાળવો, સુવહીવટ કરવો એ પણ ધર્મ છે. આ વાત દરેક ધર્મપ્રેમી લોકોએ સ્વીકારવી જોઈએ. બેશક.. આ વહીવટમાં માથાકૂટ કરનારા લોકો અથડાવાના છે; પણ તેટલા માત્રથી આવા વહીવટોથી દૂર રહેવું એ તો ગંધાતો સ્વાર્થભાવ છે.
આવી સ્થિતિમાં જેવા તેવા માણસો - દુર્જનો ટ્રસ્ટી થવા દોડી આવે છે. તે નવરાઓને કે લુખ્ખાઓને તે જગા મળી પણ જાય છે. તેઓ તેનો અનેક રીતે દુરુપયોગ કરે છે; ટ્રસ્ટને મોટું નુકસાન પહોંચાડે છે.
સજ્જનોની નિષ્ક્રિયતા આ રીતે કેટલું બધું અહિત, કેટલી બધી જગાએ કરતી હશે ? UN જો માત્ર પાંચસો નિવૃત્ત, સુખી, સારા, શાસ્ત્રચુસ્ત માણસો, માનદસેવા આપે તો બધાં તીર્થો વગેરેના વહીવટો એકદમ ચોખ્ખા થઈ જાય.
દીકરા કમાતા હોય છતાં દુકાને જઈને બાપે બેસવું, કોઈ પ્રવૃત્તિ જોઈએ છે માટે દુકાને જઈને બાપાએ બેસવું એ વાત સારી ન ગણાય. ધાર્મિક ટ્રસ્ટોમાં માનદ સેવા આપીને પણ પ્રવૃત્તિમાં ક્યાં રહી શકાતું નથી ? સામાયિક, પ્રતિક્રમણ કરવામાં હજી કદાચ રસ ન પડે પણ વહીવટી કામ કરવામાં તો તેવા સગૃહસ્થોને ખૂબ રસ પડે.
આવા સજ્જનોની સેવા ધાર્મિક ટ્રસ્ટોને નહિ મળવાથી ટ્રસ્ટોનો વહીવટ અંધાધૂંધ બન્યો છે. એવાં ટ્રસ્ટોના માણસો ખાયકી, ચોરી, લાગવેગ વગેરે દોષોમાં સપડાયા હોય તો તેમાં નવાઈ જેવું કશું નથી.
દરેક કમાઉ દીકરાઓએ પોતાના બાપાને આગ્રહપૂર્વક ધાર્મિક ટ્રસ્ટના માનદ કાર્યકર બનાવવા જોઈએ.
- જ્યાં સર્વત્ર ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો હોય ત્યાં સારા માણસોના અભાવમાં ટ્રસ્ટોની પણ એવી જ હાલત હોય ને ?
સવાલ :[૧૫૪] ટ્રસ્ટીઓની અંદર મતભેદ થાય તો માર્ગદર્શન લેવા ચેરિટી કમિશ્નર પાસે જવું કે ગીતાર્થ ગુરુ પાસે જવું ?
જવાબ : બેશક, ગીતાર્થ ગુરુ પાસે જવું. ચેરિટી કમિશ્નરનો સંબંધ