________________
૧૫૨
ધાર્મિક વહીવટ વિચાર તેમાં પાકો વિશ્વાસ બેસતો નથી.
જો કે આજે સાંગલીમાં પાર્શ્વનાથ કો-ઓપરેટિવ જૈન બેંક વર્ષોથી ચાલે છે. અત્યન્ત સારા કાર્યકરો તેના ડાયરેક્ટરો છે. ક્રોડો રૂ.ની તેમની થાપણો છે. ધાર્મિક રકમોને તેઓ વધુમાં વધુ સગવડો આપે છે. મહારાષ્ટ્રમાં તેની શાખાઓ પણ ખૂલી છે. તેઓ ભારતભરનાં ધાર્મિક જૈન ટ્રસ્ટોની રકમ સ્વીકારવા તૈયાર છે. મને લાગે છે કે બધાએ પોતાની દેવદ્રવ્યાદિની રકમો તે બેંકમાં જ મૂકવી જોઈએ. એ લોકો હિંસક કોઈ પણ કાર્યમાં ધિરાણ કરતા નથી. આ ડાયરેક્ટરો (સુશ્રાવક બિપીનભાઈ વગેરે) સાંગલી મૂર્તિપૂજક જૈન સંઘમાં ટ્રસ્ટી પણ છે. તેઓ શ્રદ્ધાસંપન્ન હોવાથી રકમનો અશાસ્ત્રીય ઉપયોગ કરવા તૈયાર નથી.
આમાંથી પ્રેરણા મેળવીને જો ગુજરાતમાં તેવી જૈન બેંકો થાય તો ઘોર આરંભ-સમારંભનાં કાર્યોમાં ફરજિયાતપણે દેવદ્રવ્યાદિ સંપત્તિના થતા રોકાણના અતિ ભયાનક પાપમાંથી આખા જૈનસંઘનો છુટકારો થાય.
જૈન સંઘનો અભ્યદય નહિ થવામાં આ પણ એક કારણ નહિ હોય ?
સવાલ :[૧૫૨] ટ્રસ્ટી થનારાએ દ્રવ્ય-સપ્તતિકા', ‘શ્રાધ્ધવિધિ' જેવાં કાર્યમાં ઉપયોગી બનતા ગ્રન્થોનો અભ્યાસ કરવો ન જોઈએ?
જવાબ : ફરજિયાત કરવો જોઈએ. તે બોધ તેમને વહીવટ કરવામાં અને પોતાનું જીવ-દ્રવ્ય વ્યવસ્થિત કરવામાં ખૂબ ઉપયોગી થઈ પડે. કાશ આજની તો હાલત સાવ વિષમ છે. આથી જ ઘણા બધા વહીવટોમાં શાસ્ત્રનીતિ જોવા મળતી નથી.
સવાલ : [૧૫૩] સારા, શાસ્ત્રના સમજદાર, કાર્યદક્ષ, શ્રદ્ધાળુ જૈનોએ ટ્રસ્ટી બનવું ન જોઈએ ? તેઓ કેમ આ બાબતમાં ગંભીર રીતે વિચારતા નથી ?
જવાબ : આવા માણસોએ જરૂર જે તે ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટી બનવું જોઈએ.
જેમને બે દીકરા છે. બન્ને દુકાનાદિમાં બરોબર ગોઠવાઈ ગયા છે. બાપાને એ ચિન્તાથી મુક્ત કર્યા છે. બાપાની પણ પોતીકી સંપત્તિ બની છે. સલામત છે. તેની વ્યાજની બેઠી આવક છે. એવા તમામ બાપાઓએ