________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૫૧ તો સરકારી બેંકોમાં ફરજિયાતપણે મૂકવી પડતી ટ્રસ્ટોની દેવદ્રવ્યાદિની રકમોનો અઘોર હિંસા આદિમાં થતા ઉપયોગનું અતિ ઘોર પાપ બંધ ન થાય ?
જવાબ : આ વાત ખૂબ વિચારણીય છે. આ બાબતને જૈનસંઘે સૌથી વધુ અગ્રિમતા આપવી જોઈએ.
જે દેવદ્રવ્ય, પૂરતા વ્યાજ લેવા સાથે ગરીબ સાધર્મિકાદિને આપવાની ના પાડવામાં આવે છે તો એ જ દેવદ્રવ્ય વગેરે બેંકોમાં મૂકીને કતલખાનાં, મરઘા-કેન્દ્ર, મત્સ્યોદ્યોગ, ઇન્ડસ્ટ્રીઓ વગેરેમાં વપરાય તે કેટલું ભયંકર ?
આ મહાપાપનું નિવારણ કરવા માટેનો ખરો રસ્તો એ છે કે ધાર્મિક ટ્રસ્ટોએ રકમોને જમા જ ન કરવી. જેની જ્યાં જરૂર હોય ત્યાં શાસ્ત્રનીતિ મુજબ વાપરી નાંખવી.
પ કાયમી તિથિ-યોજના વગેરે ને બદલે વાર્ષિક યોજનાઓ જ કરવી, જેથી દરેક વર્ષે તે તે રકમો વપરાઈ જ જાય. આમ છતાં કેટલીક વખત કાયમી ભંડોળ જો કરવું જ પડે તો તે ભંડોળની રકમ ફરજિયાતપણે સરકાર જેને માન્યતા આપે તે બેંકમાં જ મૂકવી પડે. આ માટે જૈનબેંકો શ્રાવકો ઊભી કરે તો તે રકમો તેમાં જ મુકાય જેથી તેનો ઉપયોગ પૂર્વોક્ત કતલખાનાદિમાં થાય નહિ.
જૈન-બેંકમાં જોખમ એક જ છે કે તેમાં જમા થયેલી રકમની ‘સિક્યોરિટી’ ની સો ટકા ખાત્રી થતી નથી. (સરકારી બેંકોમાં આ ખાત્રી મળે છે) જો કમનસીબે બેંકોના ડાયરેક્ટરોની બુદ્ધિ ભ્રષ્ટ થાય અથવા થાપ ખાય અને મોટી રકમ જતાં તે ફડચામાં જાય તો બધાએ મહદંશે નાહી નાંખવું પડે. એ વખતે દેવદ્રવ્યાદિની તમામ રકમો ગુમાવી દેવી પડે. આવી જવાબદારી અને તે વખતે રકમ ભરપાઈ કરવાની જોખમદારી લેવા માટે ટ્રસ્ટી તૈયાર થાય નહિ.
આ ભયસ્થાન જરૂર છે. પણ-શું બે પાંચ બેંકોને પ-પ કરીને ૨૫ એવા ડાયરેક્ટરો ન મળે જેઓ ખૂબ જ સારી રીતે બેંકનો કારભાર ચલાવે? આ જરૂર બની શકે પરંતુ તેવા પ્રામાણિક અને દક્ષ ડાયરેક્ટરોનો ગમે તે કારણે અભાવ થતાં તેમના સ્થાને તેમના જ જેવા કાર્યકરો ગોઠવાશે