________________
૧૫૦
ધાર્મિક વહીવટ વિચાર જ રકમ દરવર્ષે વાપરે તોય ઘણુંબધું કામ થઈ જાય તેમ છે.
વ્યાખ્યાનકાર પુણ્યવાન મુનિઓએ જૈન શ્રીમંતોને આ બાબતમાં સખ્ત પ્રેરણા કરીને જગાડી દેવા જોઈએ.
‘ટ્રસ્ટી' અંગે પ્રશ્નોત્તરી સવાલ :૧૫૦] આપે આ પુસ્તકમાં ટ્રસ્ટીઓ થવાની લાયકાતો જણાવી છે. એ મુજબ આજે ટ્રસ્ટી થવાને લાયક કોઈ નહિ હોય એમ લાગે છે.
જવાબ : લાયક ન મળે એટલા માત્રથી નાલાયકોને જો એ સ્થાને બેસાડી દેવાશે તો તે ટ્રસ્ટો કે વહીવટો ખાડે જવાનાં છે. આજે જ્યાં ને ત્યાં આ વાત જોવા મળે છે.
ધાર્મિક ક્ષેત્રનો વહીવટ શુદ્ધ અને શાસ્ત્રીય રીતે કરાય તો તે વ્યક્તિ અઢળક પુણ્ય ઉપાર્જન કરે. દિવાળી .COી
સામાન્ય રીતે એવું કહી શકાય કે સુખી સદ્ગૃહસ્થો વેપારમાંથી નિવૃત્તિ લઈને ધાર્મિક ક્ષેત્રોનો વહીવટ કરે તો તેમની શક્તિ અને સમજણનો સુંદર લાભ મેળવી શકાય. એવા માણસોએ કોઈ ગીતાર્થ ગુરુ પાસે ‘દ્રવ્યસપ્તતિકા' જેવા ગ્રંથનો અભ્યાસ કરી લેવો જોઈએ. ટ્રસ્ટી થવાની લાયકાતોમાં પોતાની ખામી હોય તે દૂર કરી દેવી જોઈએ.
- હવે જો આવું કાંઈ જ નિવૃત્તિ-વય(સાઈઠ)ને પામેલા જૈન સદ્ગૃહસ્થો કરવા તૈયાર ન હોય તો ધાર્મિક વહીવટ ખાડે જશે; તે ગેરવહીવટ બનશે; મુનીમો વગેરેના કબજે આપણાં ધર્મસ્થાનો ચાલ્યાં જશે. આવાં ઘણાંબધાં કારણોસર આપણો ધર્મ ઘણો મહાન હોવા છતાં દીપતો નથી. જગતમાં તેની ‘વાહ વાહ' થતી નથી.
વયસ્ક વર્ગે આ વિષયમાં તૈયાર થવું જ જોઈએ. જેને મરણ નજીક દેખાતું હોય તેણે તપ, ત્યાગ, વ્રત, જપ કરવાં જોઈએ. પણ તે ન થઈ શકે તો તે બધાથી ચડિયાતો ધાર્મિક વહીવટ-એકાદ તીર્થ વગેરેનો-સંપૂર્ણ હાથમાં લઈને તેનું શાસ્ત્રનીતિ મુજબ સંચાલન કરવું જોઈએ. આથી સદ્ગતિનું બુકિંગ થઈને જ રહેશે.
સવાલ : [૧૫૧] જૈન કોમની પોતાની કો-ઓપરેટિવ બેંકો હોય