________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૪૯
સવાલ:[૧૪૮] સાત ક્ષેત્રની ફાળવણી કેવી રીતે દરેક વિભાગમાં કરવી જોઈએ ?
જવાબ : દાતાના અભિપ્રાય મુજબ ફાળવવા જોઈએ. જો દાતાએ સાતેક્ષેત્રમાં સરખા ભાવે રકમ વપરાય એ આશયથી દાન આપેલ હોય તો સાતક્ષેત્રમાં સરખા ભાવે વાપરવી જોઈએ. સામાન્ય રીતે આવા આશયથીજ દાન થાય છે. તેથીજ ૭રૂપીયા, ૭00 રૂપિયા એવી ખાતાના ગુણાંકવાળી રકમ દાનમાં આવે છે. જ્યારે દાતાનો સાતક્ષેત્રમાં સરખા ભાવે વાપરવી તેવો અભિપ્રાય ન હોય પણ સાત ક્ષેત્રમાં ગમે તે ક્ષેત્રમાં ગમે તેટલી વપરાય તેવો અભિપ્રાય હોય તો સાતેક્ષેત્રમાં જરૂરિયાત મુજબ ઓછી વસ્તી વાપરી શકાય અથવા જરૂરિયાતવાળા ગમે તે એક ક્ષેત્રમાં પણ વાપરી શકાય છે.
સવાલ : [૧૪૯] સાધર્મિકોના નિભાવ માટે કોઈ વ્યવસ્થિત યોજના જૈનસંઘમાં દાખલ થવી જોઈએ એમ નથી લાગતું ? ખ્રિસ્તીઓ પોતાના ધર્મના અનુયાયીઓને કેવા સરસ રીતે સાચવી લે છે ?
જવાબ : ખ્રિસ્તીઓની વાત ખ્રિસ્તીઓ જાણે. આપણે પણ કોઈ યોજના કરીએ તો મોટું ભંડોળ કરવું પડે. તો ભંડોળ સરકારી નિયમો પ્રમાણે બેંકમાં જ જમા કરાવવું પડે. આ બેંકો મહારંભ અને મહાહિંસામાં પ્રાયઃ આ રકમ રોકતી હોય છે. આ વાત આપણને બિલકુલ પરવડે તેમ નથી.
એના કરતાં જે તે ઉદારચરિત આત્માઓ પોતાના વ્યવસાયમાં વધુમાં વધુ જૈનોને જ નોકરી આદિમાં રાખે તો ય આ પ્રશ્ન ઘણો ઊકલી જાય. વળી ગુપ્તદાન પણ તેવા દાનવીરો આપી શકે; ધંધામાં રોકાણ કરવા માટે રકમો આપી શકે; દવાખાનામાં મોટી રાહત અપાવી શકે; વર્ષમાં બે વાર મોટા પ્રમાણમાં ઘી, તેલ, અનાજ, ગોળનું વિતરણ પોતપોતાનાં નગરોમાં તેઓ કરી શકે.
બાકી તો આજની ગરીબી, બેકારી, બીમારી અને મોંઘવારી માનવ સર્જિત હોવાથી આનો વ્યાપ ઉત્તરોત્તર વધતો જવાનો છે. કોઈ તેને પહોંચી શકે તેમ નથી. છતાં જૈનકોમમાં અતિ સુખી લોકો પણ હવે મોટા પ્રમાણમાં છે; એટલે પોતાની નાનકડી કોમના જૈનો માટે તેઓ પાંચ ટકા જેટલી