________________
૧૪૨
ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૧૩૬] પાંજરાપોળ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
જવાબ : દૂધ વગેરે દેવાથી ઉપયોગી ગણાતાં કે તે બધું નહિ દેવાથી ઉપયોગી નહિ ગણાતાં-પશુમાત્ર ની બધા પ્રકારની પૂરતી કાળજી કરવી એ આ સંસ્થાનો ઉદ્દેશ છે.
જૂના જમાનામાં (આજે પણ ક્યાંક) મહાજનોના વેપારમાં આ અંગે લાગો રહેતો, જેની આવકમાંથી આરામથી પાંજરાપોળો ચાલતી.
જીવનભર જેણે સખ્ત કામ કર્યું એવાં ઢોરો કસાઈને દેવાની વાત સ્વપ્નમાં ય કોઈ ખેડૂત વિચારતો નહિ, ઘરડાં વસૂકી ગએલાં કે માંદા પડેલાં ઢોરને છેલ્લા શ્વાસ સુધી સાચવાની શક્તિ જેનામાં ન હોય તે ખેડૂત એ ઢોર પાંજરાપોળમાં દેતો. પોતાની શક્તિ મુજબની રકમ પણ દેતો. સગા દીકરાથી વિખૂટા પડતાં જેવો ત્રાસ માબાપને થાય, તેવો ત્રાસ ધરતીના તાતને તે વખતે થતો. ઘણીવાર તો તે ધ્રુસકે રડતો. પણ આવા દયાળુ ખેડૂતોનાં ઢોરો માટે પાંજરાપોળ-સંસ્થા હતી.
* હવે તો સરકાર સુધ્ધાં કસાઈ બની છે. કતલખાનાને તેણે ઉદ્યોગ (હાય હાય !) જાહેર કર્યો છે.
ખૂબ તગડાં, દૂધાળાં ઢોરોને ગાભણી ગાયો, ભેંસોને ય હવે તો કાપી નાંખવામાં આવે છે.
ભારે ક્રૂરતા આચરવા સાથે ખાટકીઓ ટ્રકોમાં પશુઓને ભરે છે; કેટલાંક તો ત્યાં જ ગુંગળાઈને મરણ પામે છે. આ બધા ત્રાસનું શબ્દોથી વર્ણન થઈ ન શકે એટલો એ ‘બેહદ' હોય છે.
આવાં પશુઓને ખરીદી લઈને જીવદયાપ્રેમી લોકો પાંજરાપોળોમાં મૂક્તા હતા. આ એકદમ બરોબર છે.
જનરલ પ્રશ્નોત્તરી સવાલ : [૧૩૭] કાયમી તિથિના વ્યાજમાંથી તે કાર્ય હવે થતું ન હોય તો વધારાની રકમ શી રીતે મેળવવી ?
જવાબ : પહેલા તો કાયમી-તિથિના દાતાને કે તેની ગેરહાજરીમાં તેમના પુત્રોને મળવું; વધુ દાનનો લાભ લેવા જણાવવું અથવા જે ઘટ પડતી હોય તે ચૂકતે આપવા માટે પ્રેરણા કરવી. જો તેમાં અનિચ્છા દર્શાવે તો બીજા કોઈ પુણ્યશાળી પાસેથી નવું મોટું દાન સ્વીકારીને તે