________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૪૩
નામ, તેમની સાથે જોડવા માટે રજા માંગવી. જો રજા ન આપે તો સંઘે ભેગા થઈને ઘટતી રકમના પૂર્તિ કરવી જ પડે. મોંઘવારી ગમે તેટલી વધી ગઈ હોય અને તેથી ‘ઘટ’. ગમે તેટલી વધુ પડતી હોય, તેથી કાંઈ તે મૂળભૂત દાતાનું નામ રદ કરી શકાય નહિ. હા, તેની સંમતિ મળે તો બીજું નામ જોડી શકાય.
સવાલ : [૧૩૮] આજે કેટલાક જૈનો ખોટાં કામો, અનીતિ આદિ કરીને ઘણું ધન ભેગું કરે છે, પછી તે ધર્મમાં ખર્ચે છે. શું એવું ધન, ધર્મનાં ક્ષેત્રોનું ચાલે ખરું ?
સવાલ : અનીતિના ધન તરીકે કોને ગણવું ? એ નિર્ણય પહેલો કરવો પડશે. ‘સળગતી સમસ્યા'ના પહેલા ભાગમાં મેં કાળાબજારના ધનને અનીતિનું ધન ગણ્યું નથી, એ અંગેની દલીલો ત્યાં જણાવી છે.
આ માટે તો ક્યાંક અનાત કરતો હોય તો તેમાં તેને માટે
આપવી પડે.
શાન્તનૂ શેઠ આર્થિક રીતે સાવ બેહાલ થઈ ગયા ત્યારે તેમની ધર્મિષ્ઠ અને તત્વજ્ઞાની પત્ની કુંજીદેવીએ તેમને જિનદાસ શેઠનો હાર ચોરવાની વાત કરી હતી. અને શેઠને ત્યાં જ ગીરવે મૂકવાની વાત કરી હતી. શેઠે તેમ કરીને તે હાર ગીરવે મૂકીને મેળવેલી રકમમાંથી વેપાર કર્યો. શેઠની સ્થિતિ ખાઈપીને સુખી થવા જેટલી સુધરી ગઈ. આર્યદેશનો માણસ જેટલું વધુ જીવે તેટલું ધર્મધ્યાન વધુ કરે. આવું કરવા માટે તેને થોડાક આઘાપાછા થવું પડે તો તે અનીતિ ન કહેવાય, (આ બધું શિષ્ટમાન્ય મર્યાદામાં જ કરવું પડે.)
નીતિ એ વધી પડવાની શક્યતાવાળા ધન ઉપરની બ્રેક છે. અનીતિથી પુષ્કળ ધન બનાવી શકાય જ્યારે નીતિથી જ ધન કમાવાનું વ્રત કરાય તો પુષ્કળ ધન કમાણી થાય નહિ. આમ થતાં ધનસંગ્રહ મર્યાદિત રહે. આના લાભો ઘણા છે. વધુ પડતા ધનના સંગ્રહમાં, પ્રાપ્તિની ચિંતા, પ્રાપ્તનું રક્ષણ, ચોરાદિનો ભય, આશ્રિતોમાં વ્યાપનારો વિલાસ વગેરેનો ઉન્માર્ગ, ભોગરસ તરફ વધુ ગતિ, જીવનની બરબાદી વગેરે ઘણું ઘણું શક્ય છે. મર્યાદિત ધન જ સારું. નદીમાં ખળખળ વહી જતું પાણી સારું.